Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ભારે વરસાદ સંદર્ભે રાજકોટ જીલ્લાને એલર્ટ રહેવા સરકારના આદેશો

રેવન્‍યુ મિનિસ્‍ટરે તમામ કલેકટર-એડી. કલેકટર સાથે વીસી યોજીઃ દ્વારકા-સોમનાથ જીલ્લામાં હાઇએલર્ટની સુચના... : ડીઝાસ્‍ટર ડીપાર્ટમેન્‍ટ ગમે તે સ્‍થિતિને પહોંચી વળવા તૈયારઃ જીલ્લા-તાલુકા-ગ્રામ પંચાયત સ્‍ટાફને પણ એલર્ટ કરી દેતા કલેકટર : રાજકોટના ર૮ ડેમોમાં સરેરાશ ૪પ ટકા પાણી છેઃ પશુ મૃત્‍યુના ૪ કેસમાં સહાય ચૂકવી દેવાઇ...

રાજકોટ તા. ૬: આજ રાતથી કે આવતીકાલથી રાજકોટ ઉપરાંત સૌરાષ્‍ટ્રના અનેક જીલ્લામાં ભારેથી અતિ ભારે કે તોફાની વરસાદની ચેતવણી સંદર્ભે આજે રાજયના રેવન્‍યુ મંત્રીશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદીએ સૌરાષ્‍ટ્રના અને દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ કલેકટર એડી. કલેકટર સાથે તાકિદની વીસી યોજી હતી.

આ વીસી બાદ કલેકટર કચેરીના અધિકારી સુત્રોએ જણાવ્‍યું હતું કે, રાજકોટ જીલ્લામાં કેટલો અને કયા પ્રકારનો વરસાદ પડી શકે છે તે બાબત નહીં પરંતુ રાજકોટ જીલ્લાને એલર્ટ રહેવાના સરકારે આદેશો કર્યા છે, રેવન્‍યુ મિનિસ્‍ટર દ્વારા સૌથી વધુ સોમનાથ-દ્વારકાના કલેકટર સાથે સમીક્ષા કરાઇ હતી, આ બંને જીલ્લાને હાઇ એલર્ટ કરાયા છે, ગીર સોમનાથ-કોડીનાર-દ્વારકામાં બે દિ'થી ભારે વરસાદ પડી રહ્યો છે.

સાધનોએ જણાવેલ કે રાજકોટથી એક NDRF ટીમ ભાવનગર પણ રવાના કરી દેવાઇ છે, સ્‍ટાફની રજાઓ રદ્દ એ બાબત નહિ પરંતુ તમામ સ્‍ટાફને એલર્ટ કરાયો છે.

દરમિયાન કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, રાજકોટ જીલ્લાનું ડીઝાસ્‍ટર ડીપાર્ટમેન્‍ટ ગમે તે સ્‍થિતિને પહોંચી વળવા તૈયાર છે, NDRF  ની બે ટીમ આપણી પાસે છે રાજકોટ જીલ્લા પંચાયત-તાલુકા-ગ્રામ પંચાયત-ઓલ મામલતદાર-પ્રાંતને એલર્ટ કરી દેવાયા છે, તમામ પ્રકારે સાવચેતી રખાઇ રહી છે, રાજકોટના ર૮ ડેમોમાં સરેરાશ ૪પ ટકા પાણી છે, ઉપલેટા-પડધરી પંથકમાં પણ ભારે વરસાદ સંદર્ભે સ્‍ટાફને એલર્ટ કરાયો છે. 

(3:43 pm IST)