Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જયપુર ફુટ કેમ્‍પ સંપન્ન

સરગમ કલબ અને કમાણી ફાઉન્‍ડેશનના સયુંકત ઉપક્રમે ત્રણ દિવસ સુધી જયપુર ફુટ કેમ્‍પ યોજાયેલ. આ કેમ્‍પમાં કુલ ૧૦૮ દર્દીઓને લાભ લીધેલ, જેમાં કેલીપર્સનાં દર્દી-૪૬ અને લેગ(પગ) ના ૪૪, રીપેરીંગ ૧૮ દર્દીઓને વિનામૂલ્‍યે લાભ લીધેલ. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના જણાવ્‍યા અનુસાર, આ કેમ્‍પમાં જરૂરતમંદોને વિનામૂલ્‍યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્‍યે આપવામાં આવે છે. સમગ્ર કેમ્‍પમાં કમાણી ફાઉન્‍ડેશનના દીપકભાઇ કમાણી તેમજ રશ્‍મીભાઇ કમાણી, અરવિંદ પટેલનો સહયોગ મળેલ કેમ્‍પને સફળ બનાવવા માટે કમાણી ફાઉન્‍ડેશનના મનીષભાઇ મારું કિશોરભાઇ પરમાર, જે કે સરાઠે, પ્રફુલભાઇ મીરાણી, તેમજ સરગમ કલબના કમિટી મેમ્‍બર, તેમજ સરગમ લેડીઝ-કમિટી મેમ્‍બરો, કૈલાશબેનવાળા, આશાબેન ભુછ્‍ડા, જયશ્રીબેન વ્‍યાસ, સુધાબેન દોશી, અને ભાવનાબેન ધનેશા, ચેતનાબેન સવજાણી, મિતલબેન ચગ, ભાવનાબેન મહેતા, અનુશ્રીબેન ગુજરાતી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્‍પમાં રાજસ્‍થાનમાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર, રામપ્રસાદ મેઘાવલ વગેરેએ સેવા આપેલ, તમામ દર્દીઓને વિનામૂલ્‍યે ચા પાણી આપવામાં આવેલ.

(4:19 pm IST)