Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રવેચીનગરમાં આર્થિક ભીંસથી કંટાળી વસીમ સીંડાનો એસીડ પી આપઘાત

રાજકોટ, તા.૬: કોઠારિયા સોલવન્ટ રસુલપરા પાસે રવેચીનગરમાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રવેચીનગરમાં રહેતા વસીમ કાસમભાઇ સીંડા (ઉ.વ.૨૬) નામના યુવાને ચાર દિવસ પહેલા પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. મૃતક વસીમ મજૂરી કામ કરતો હતો. છેલ્લા ઘણા સમયથી કામ ધંધો ન મળતા આર્થિક ભીંસથી કંટાળી તેણે આ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા સહિતે તપાસ હાથ ધરી હતી. એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(4:35 pm IST)