Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કિશાનપરા વિસ્‍તારમાં એક એપાર્ટમેન્‍ટના ૯ સહિત કોરોનાના ૨૧ કેસ નોંધાયા

હાલ ૭૭ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૬૩,૯૪૨: ગઇકાલે ૫ દર્દીઓ સાજા થયા : ગઇ કાલે કોરોના અચાનક વિફર્યોઃ ભય નહિ, સાવધાની જરૂરી

રાજકોટ તા.૬: સમગ્ર વિશ્વમાં છેલ્લા અઢ્ઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોના શહેરમાં ધીમે ધીમે ફરી માથુ ઉંચકતા ગઇકાલે કિશાનપરા વિસ્‍તારનાં એક એપાર્ટમેન્‍ટમાં ૯ સહિત કુલ ૨૧  કેસ નોંધાતા મનપાના આરોગ્‍ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. હાલ ૭૭ દર્દીઓ સારવાર હેઠળ છે. આજ બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી.

મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૩,૯૪૨ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૩૬૬ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૦૬૮ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૨૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૯૭ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૬૦,૮૦૧ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૪ ટકા થયો છે. રિકવરી રેટ ૯૯.૦૯ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૫ દર્દીઓને રજા આપી હતી.

(4:57 pm IST)