Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સરકાર ટેકાના ભાવે ઉનાળુ મગ ખરીદશે

૧૧ થી ૨૦ જુલાઇ સુધી નોંધણીઃ તા.ર૧ મીથી ખરીદીઃ કવીન્‍ટલના ભાવ રૂા. ૭રરપ

રાજકોટ, તા., ૬:  રાજય સરકાર દ્વારા ખેત ઉત્‍પાદન ક્ષેત્રની સંસ્‍થા ઇન્‍ડી એગ્રોના માધ્‍યમથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થનાર છે. તેનો કવીન્‍ટલનો ભાવ રૂપીયા ૭ર૭પ રહેશે.

સરકાર સામાન્‍ય રીતે ઉનાળુ મગ ખરીદતી નથી. ભુતકાળમાં ખરીદેલ ત્‍યારે બહુ પ્રતિસાદ મળેલ નહી. આ વખતે ખેડુતોની લાગણી ધ્‍યાને રાખી ઉનાળુ મગ ખરીદવાનું નક્કી કર્યુ છે.

જેમાં ૧૮૦૦૦ મેટ્રીક ટન ખરીદીનો લક્ષ્યાંક છે.  ખેડુત દીઠ મહતમ રપ૦૦ કિલો મગ ખરીદાશે. તા.૧૧ થી ર૦ જુલાઇ નોંધણી થશે. ૨૧ જુલાઇથી ખરીદી શરૂ થશે. ૧૨ જિલ્લામાં પ૦ થી વધુ ખરીદી કેન્‍દ્રો ખોલવામાં આવશે.  ખરીદી શરૂ થયાથી  વધુમાં વધુ ૯૦ દિવસ સુધી ખરીદી ચાલશે.

(4:59 pm IST)