Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ઘરેથી નીકળ્‍યા બાદ બે વર્ષ સુધી તરૂણ ભટકતો રહ્યોઃ રેલ્‍વેની મીસીંગ સ્‍કવોર્ડ પરિવાર સાથે મિલન કરાવ્‍યું

હેડ કોન્‍સ રામભાઇ પટેલની કામગીરીઃ પિતાએ દોઢ વર્ષની બહેનનું ધ્‍યાન રાખવાનુ કહ્યું હોઇ ઉંઘ આવી ગયા બાદ બહેન નજરે ન પડતા પિતા ઠપકો આપશે ડરના લીધે તરૂણે ઘર છોડયું હતું

રાજકોટ તા. ૬ : રાજકોટમાં રહેતા શ્રમિક પરિવારનો ૧૪ વર્ષનો પુત્ર બે વર્ષ પૂર્વે ઘર છોડી ચાલ્‍યો ગયો હતો જેને રાજકોટ રેલવે સ્‍ટેશન પરથી રેલવેની મીસીંગ પર્સન સ્‍કવોડે શોધી તેના પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું.

મળતી વિગત મુજબ પヘમિ રેલવે (અમદાવાદ)ના ડી.આઇ.જી.શ્રી એ.જી. ચૌહાણ, એસ.પી.શ્રી શ્રેતા શ્રીમાળી તથા રાજકોટ પヘમિ રેલવેના જે.કે.ઝાલાની રાહબરીમાં મીસીંગ પર્સન સર્ચ સ્‍કવોડની ટીમ ગુમ થયેલા બાળકોને શોધવા માટે તપાસમાં હતી. દરમ્‍યાન ગઇકાલે સવારે એક ૧૪ વર્ષનો તરૂણ રેલવે સ્‍ટેશન પ્‍લેટ ફોર્મ નં.૧ ઉપર જામનગર તરફ બેસવાના બાકડા ઉપર બેઠો હોઇ, અને એકલો હોઇ મીસીંગ સ્‍કવોડના એ.એસ.આઇ. લલીતભાઇ ગઢવી તથા હેડ કોન્‍સ રામભાઇ પટેલ સહિતે તરૂણનું નામ પુછતા તેણે પોતાનુ નામ ઉમેશ રમેશ ટમટા (ઉ.૧૪) આપ્‍યું હતું. આ તરૂણને વિશ્વાસમાં લઇ તેના સગાસંબંધી બબતે પુછતા તેણે જણાવ્‍યું હતું કે, તેના પિતાનું નામ રમેશભાઇ ટમટા છે. અને તે જેતે વખતે રાજકોટ બીગબજાર પાસે બનતી બીલ્‍ડીંગમાં કામ કરતા હતા અને ત્‍યાંજ રહેતા હતા બે વર્ષ પહેલા તેની નાની બહેન રવીનાનુ ધ્‍યાન રાખવાનું કહી માતા-પિતા કામ પર જતા રહ્યા હતા બાદમાં તે સુઇ ગયો હતો. જયારે આંખ ખુલ્લી ત્‍યારે નાની બહેન કયાંય જોવા ન મળી ન હતી જેથી પિતા ઠપકો આપશે. તેવી બીક લાગતા તે ઘર છોડી ચાલ્‍યો ગયો હતો. તેમ જણાવતા રેલવે મીસીંગ સર્ચ પર્સન સ્‍કવોડના એ.એસ.આઇ. લલીતભાઇ ગઢવી તથા હેડકોન્‍સ રામભાઇ પટેલે આ તરૂણના માતા-પિતાનો સંપર્ક કરવા તેણે જણાવેલ બાદ સ્‍થળ તપાસ કરતા હાલ તે ત્‍યા ન હોવાનું જાણવા મળ્‍યું હતું. બાદ તપાસ કરતા ૧પ૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે બાંધકામ સાઇટ પર મંજુરી કામ કરતા હોવાની માહિતી મળતા પોલીસે તેના માતા-પિતાને શોધી મિલન કરાવ્‍યું હતું. જે-તે વખતે તરૂણ સુઇ ગયો ત્‍યારે તેના કાકા બાળકીને ચક્કર મારવા લઇ ગયા હતા તે તરૂણને ખબર ન હતી તેથી પિતા ઠપકો આપશે બીક લાગતા તેણે ઘર છોડયું હતું બાદ તે જયપુર અને રાજકોટમાં ફુટપાથ પર રહી મજુરી કામ કરી દીવસો પસાર કરતો હતો એકનો એક પુત્ર બેવર્ષ બાદ હેમખેમ મળી આવતા પરીવારમાં ખુશીનો માહોલ છવાયો છ.ે

(5:10 pm IST)