Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સોનાના દાગીનામાં HUID પદ્ધતિ સામે વધતો અજંપો: હોલમાર્ક અપનાવ્યા બાદ નવી મુંઝવણ

લાંબી અને ઝંઝ્ટભરી પ્રર્કિયાથી પરેશાની : નાના કારીગરોનો ધંધો ઠપ્પ થવાની ભીતિ : હોલમાર્ક સેન્ટરોમાં પણ જબરું ભારણ

રાજકોટ : સોનાના દાગીનામાં હોલમાર્ક ફરજીયાત બનાવાયા બાદ huid પધ્ધતિથી અનેકવિધ પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે, સોની વહેપારીઓએ દાયકાથી હોલમાર્ક અપનાવ્યા બાદ હવે દરેક દાગીનામાં યુનિક આઈડી નંબર આપવાની કામગીરીથી બજારમાં ભારે અંજપો જોવા મળે છે,
  પેઢી દર પેઢીથી ચાલતા જવેલરી વ્યવસાયને સરકાર જાણે ટૂંપો દેવા ઇચ્છતી હોય તેવો ભાસ સુવર્ણકારોને થઇ રહ્યાંનું જણાવી સોની વેપારીઓ કાયદાથી ભારે પરેશાન થયાનું કહી રહ્યાં છે બીજીતરફ ફર્સ્ટ પોઇન્ટ ઓફ સેલ કઈ રીતે અને કોને ગણવા આ બાબતે પણ બજારમાં જબરી અવઢવ જોવા મળે છે
  વેપારીઓ હોલમાર્કને અપનાવી રહ્યા છે અને વર્ષોથી હોલમાર્ક આભૂષણોનો વેપાર કરે છે પરંતુ હવે એચયુઆઈડી દાખલ થતા પણોજણ વધી છે, દરેક દાગીનાને આઈડી નંબર આપવો અને તેનું રેકોર્ડ મેઇન્ટેન કરવું મુશ્કેલ હોવાનું જણાવી રહ્યા છે
કાયદાની આટીઘૂંટીથી પરેશાન હોલમાર્ક સેન્ટરો પણ ત્રાહિમામ પોકારી ગયા છે લાંબી અને ઝંઝટવાળી પ્રક્રિયાથી પરેશાની ભોગવી રહ્યાં છે રજીસ્ટર્ડ મેઈન્ટેન્ટ રાખવાની અને huid  પધ્ધતિથી કામનું ભારણ વધ્યુ છે
 બીજીતરફ કાયદાની આટીઘૂંટીને કારણે નાના કારીગરોને ધંધો ઠપ્પ થવાની ભીતિ જાગી છે,આ અંગે કોઈ ઉકેલ કે કોઈ રજૂઆતની રાહ જોવાઈ રહી છે

(11:07 am IST)