Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જીલ્લા ગાર્ડન સોરઠીયા પ્લોટમાં બે ભાઇઓના પરિવાર વચ્ચે સશસ્ત્ર ધમાલઃ ચાર ઘાયલ થયા

બાપ દાદાની સંયુકત મિલ્કતના ભાગ મામલે ચાલતી માથાકુટ કારણભુત : કિશોર પરમાર, વિપુલ પરમાર અને સામા પક્ષે હિરેન તથા હર્ષદ પરમારને ઇજા

રાજકોટ તા. ૬: જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટમાં  રાતે બે ભાઇઓના પરિવારો વચ્ચે બાપ-દાદાની સંયુકત મિલ્કતના ભાગ મામલે ચાલતા મનદુઃખમાં મારામારી થતાં ચાાને ઇજા થતાં પોલીે સામ સામી ફરિયાદ નોંધી હતી.

સોરઠીયા પ્લોટ-૯૩માં રહેતાં અને રસ્તા બનતાં હોય ત્યાં મજૂરી કામ કરતાં કિશોરભાઇ જીવણભાઇ સરવૈયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે સોરઠીયા પ્લોટ-૩માં રહેતાં હર્ષદ રણમલભાઇ સરવૈયા (ઉ.૩૦) અને હિરેન રણમલભાઇ સરવૈયા (ઉ.૨૬) સામે ગુનો નોંધ્યો છે.

કિશોરભાઇના કહેવા મુજબ રાતે દસેક વાગ્યે હું ઘરે હતો ત્યારે શેવિરીમાં રહેતાં મોટા ભાઇ રમણમલના દિકરા હર્ષદ અને હિરેને ધોકા-છરી સાથે આવી ગાળો દેવાનું શરૂ કરતાં મેં તેને ગાળો બોલવાની ના પાડતાં મારા પર બંનેએ હુમલો કરી છરી ધોકાના ઘા કરી ઇજાઓ કરી હતી.

મારો ભત્રીજો વિપુલ મહેન્દ્રભાઇ સરવૈયા બચાવવા આવતાં હિરેને તેને પણ છરીથી હાથમાં ઇજા કરી હતી. બીજા લોકો ભેગા થતાં અમને છોડાવ્યા હતાં. મારા પત્નિ ગોૈરીબેને પોલીસને ફોન કરતાં ગાડી આવી હતી અને અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતાં. બાપ-દાદાની સંયુકત મિલ્કતના ભાગ બાબતે અગાઉ માથાકુટ થઇ હોઇ તેના ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો અને મારી નાંખવાની ધમકી પણ અપાઇ હતી.

સામામ પક્ષે સોરઠીયા પ્લોટ-૪માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હર્ષદ રણમલભાઇ સરવૈયા (ઉ.૨૮)ની ફરિયાદ પરથી કિશોરભાઇ જીવણભાઇ સરવૈયા, વિપુલ મહેન્દ્રભાઇ, ગોૈરીબેન કિશોરભાઇ, મહાવીર મહેન્દ્રભાઇ અને મહેન્દ્રભાઇ સરવૈયા સામે ગુનો નોંધ્યો છે.

હર્ષદભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું રાતે સાડા દસેક વાગ્યે ઘર બહાર શેરીમાં ઉભો હતો ત્યારે મારા કાકા હર્ષદભાઇએ મને ઉભો રાખી કોૈટુંબીક મિલ્કતના ભાગ બાબતના અગાઉના ઝઘડાનો ખાર રાખી ગાળ દીધી હતી. તેને ગાળો દેવાની ના પાડતાં મારા બીજા કાકા મહેન્દ્રભાઇ આવી ગયા હતાં. તેણે મારી સાથે ઝપાઝપી કરી હતી. વિુપલે કાચની બોટલ ઉપાડી મારા મોઢા પર ફટકારી હતી. કિશોરકાકાએ છરી કાઢી મને ડાબા ાથમાં ઇજા કરી હતી. ગોૈરીકાકીએ અને મહાવીરે પણ આવી જઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. મહાવીર પાસે પાઇપ હતો તે મને પગે ફટકાર્યો હતો.મારો ભાઇ હિરેન છોડાવવા આવતાં તેના પર પણ હુમલો કરાયો હતો. અમને બંનેને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. હેડકોન્સ. આર. એલ. વાઘેલાએ બંને ફરિયાદ નોંધી હતી.

(11:19 am IST)