Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કોરોના મહામારીમાં લોકડાઉન દરમ્યાન લોન ઉપર બમણું વ્યાજ લેતા મુથુટ ફાયનાન્સ સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ

રાજકોટ તા. ૬: અત્રે ફરિયાદી મૌલિકભાઇ નીલેશભાઇ દવે રહે. રાજકોટ એ તેમના વકીલશ્રી મારફત મુથુટ ફાઇનાન્સ ખોટી રીતે ગેર કાયદેસર વ્યાજ વસુલછ મેળવવા તેમના ૧ર%ની ગોલ્ડ લોનની જાહેરાતો કરી લોકડાઉનનો લાભ લઇ રપ% જેવું તોતિંગ વ્યાજ મેળવેલ જેથી જેથી મુથુટ ફાઇનાન્સ ઉપર ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરેલ છે.

આ ફરિયાદની હકીકત એવી છે કે, ફરિયાદીએ રાજકોટની મુથુટ ફાઇનાન્સ માંથી તા. ૧૭/૧ર/ર૦૧૯ના રોજ ગોલ્ડ લોન નં. ૦૧૦૧૧/MHP/૦૦૦૧પ૬ થી પોતાનું ગોલ્ડ ગીરવે મુકી રૂ. પ,૦૦,૦૦૦/- લોન લીધેલ જેમાં વાર્ષિક વ્યાજ દર ૧ર% (પ્રતિ માસ ૧%) નકકી થયેલ હતો. જે લોનમાં ફરિયાદી દ્વારા લોન લીધેલ ત્યારથી ૦૯/૦૩/ર૦ર૦ સુધી સમયસર વ્યાજ ભરપાઇ કરવામાં આવેલ ત્યારબાદ વિશ્વભરમાં આવેલ કોવીડ-૧૯ ની મહામારીના લીધે ભારતભરમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલ તે સમય દરમિયાન પણ ફરિયાદી રૂબરૂ પૈસા ભરવા આવેલ પરંતુ મુથુટની બ્રાંચ બંધ હોવાથી તેઓ પૈસા જમા કરાવી શકેલ નહીં અને ત્યારબાદ અવાર નવાર ફોન પણ કરેલ પરંતુ મુથુટની બ્રાંચ બંધ હોવાથી તેઓ પૈસા જમા કરાવી શકેલ નહીં અને ત્યારબાદ અવાર નવાર ફોન પણ કરેલ પરંતુ મુથુટ દ્વારા કોઇપણ પ્રકારનો પ્રત્યુતર આપેલ નહીં. ત્યારબાદ આશરે બે માસ પછી બ્રાંચમાંથી ફરિયાદીને ફોન આવેલ કે હવે બ્રાંચ ખુલી ગયેલ છે તમો તમારા પૈસા ભરી જશો જેથી ફરિયાદી રૂબરૂ જતા બાકી રહેતી રકમ પૂછતા એવું જણાવવામાં આવેલ કે લોકડાઉનના બે મહિનાનું વ્યાજ ભરેલ ન હોવાથી હવે તમોએ ૧ર% નહીં આશરે રપ% જેટલું વ્યાજ ચુકવવું પડશે.

આ પ્રકારે ખોટી રીતે, ખોટા વ્યાજની કંપની દ્વારા માંગણી કરતા ફરિયાદીએ કંપનીમાં ફરિયાદ કરેલ અને કંપનીના કર્મચારી દ્વારા વ્યાજ ઓછું થાય તે માટે ઉપર કંપનીમાં મેઇલ કરીએ છીએ તથા તમે અમારા એરિયા મેનેજરનો સંપર્ક કરો ર૦ થી રપ દિવસમાં ઉપરથી નિર્ણય લેવાય એટલે તમે લોન ભરી જશો તેવું જણાવેલ. ત્યારબાદ મેનેજર દ્વારા કોઇ યોગ્ય જવાબ આપવામાં આવેલ નથી અને અયોગ્ય વ્યાજ બાબતે ફરિયાદીની ફરિયાદ અંગે કોઇ પ્રતિઉતર કંપની દ્વારા આપવામાં આવેલ નહીં. અને ફરિયાદીએ કંપનીનો જવાબ આવે એની અત્યંત રાહ જોયેલ અને બ્રાંચએ અવાર નવાર ખોટા ધકકા ખાવા પડેલ તેમજ છતાં ફરિયાદીને સંતોષકારક જવાબ મળેલ નહીં અને ફરિયાદીના ગ્રાહક તરીકેના હકક ઉપર ખોટી તરાપ મારેલ તેમજ ખોટી રીતે ખોટો સમય પસાર કરતા ફરિયાદી પાસેથી વધુ વ્યાજનું વ્યાજ મળે તેવું દુસ્કૃત્ય કરેલ.

કંપની તરફથી કોઇ પ્રત્યુત્તર ન મળતા તથા આ ગોલ્ડની ફરિયાદીને અત્યંત જરૂરિયાત હોવાથી લોન અયોગ્ય વ્યાજ સાથેની રકમ સહીત તા. ૪-૯-ર૦ર૦ ના રોજ બ્રાન્ચમાં અરજી કરી સખ્ત વાંધા સાથે ભરપાઇ કરેલ અને કંપની તરફથી પુરતો સંતોષકારક સહયોગ કે સેવા આપવામાં આવેલ નહિં તથા ખોટી રીતે કોવીડ-૧૯ ની મહામારીની આડમાં રહી ખોટી રીતે, ખોટું અયોગ્ય વ્યાજ મેળવી લીધેલ. ફરિયાદીએ તેમના એડવોકેટ મારફત લીગલ નોટીસ મોકલાવેલ જેનો કોઇ યોગ્ય પ્રત્યુતર ન આવતા ફરિયાદી દ્વારા તેમના એડવોકેટ મારફત ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરેલ આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે પી. એમ. શાહ લો ફર્મના પીયુશભાઇ શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નિતેશભાઇ કથીરિયા, નીવીદભાઇ પારેખ, હર્ષિલભાઇ શાહ, જયભાઇ માગ્દાની, જીતેન્દ્રભાઇ ધૂળકોટિયા, રાજેન્દ્રભાઇ જોશી, વિશાલભાઇ સોલંકી, કિશનભાઇ ચાવડા, જીગ્નેશભાઇ ચાવડા રોકાયેલ હતા.

(12:07 pm IST)