Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કોરોના ગાઈડલાઈન અને કડક પ્રબંધોમાં ગુજકેટની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ : ૧ લાખથી વધુ પરીક્ષાર્થીઓ

રાજકોટ : કોરોના મહામારી દરમિયાન ધો.૧ થી ૧૨ની પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતું. પરંતુ આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જીનિયરીંગ - ફામર્સ સહિતના ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા આજે લેવાઈ રહી છે. કોરોના ગાઈડલાઈનને અનુસરીને રાજકોટમાં ૮ હજારથી વધુ પરીક્ષાર્થીઓ મળી સમગ્ર ગુજરાત રાજયમાં ૧ લાખ ૧૭ હજાર છાત્રો ગુજકેટની પરીક્ષા આપી રહ્યા છે. ગુજરાત રાજયના ૩૪ જીલ્લાઓમાં ૫૭૪ બીલ્ડીંગોમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ થયો છે. એક વર્ગમાં માત્ર ૨૦ છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. ગુજકેટની પરીક્ષા ગુજરાતી માધ્યમના ૮૦૬૭૦ અને અંગ્રેજી માધ્યમના ૩૫૫૭૧ તેમજ હિન્દી માધ્યમના ૧૦૭૫ છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા બિલ્ડીંગમાં સીસીટીવી ઉપર ગેરરીતિ અટકાવવા કલાસ વન અધિકારી નીરીક્ષણ કરી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(12:52 pm IST)