Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

લોઠડા પાસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં અકસ્માત સર્જનાર બોલેરો ચાલક કાનો પકડાયો

આજી ડેમ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે દબોચ્યોઃ કાનાએ બોલેરો પાછળની ટાંકીનો કલર બદલાવી નાખ્યો'તો

રાજકોટ તા. ૬ :.. લોઠડા ગામ પાસે ગઇકાલે 'હીટ એન્ડ રન'ની ઘટનામાં બોલેરો ચાલકે બાઇકને ઉલાળતા લોઠડાના યુવાનનું મોત નિપજયંુ હતું. આ બનાવમાં આજી ડેમ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બોલેરો ચાલકને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ લોઠડા ગામ પાસે ગઇકાલે બોલેરોના ચાલકે જી. જે. ૩ જેકયુ ૬૯૧૭ નંબરના બાઇકને ઉલાળતાં ચાલક ભરતભાઇ કરમશીભાઇ મોતાણી (ઉ.વ.૩ર) નું મોત નિપજાવી ચાલક બોલેરો લઇને ભાગી ગયો હતો. આ બનાવમાં આજી ડેમ પોલીસે બોલેરો ચાલક વિરૂધ્ધ આઇપીસી ર૭૯, ૩૦૪ (અ), ૩૩૭, ૩૩૮ તથા એમ. વી. એકટ ૧૮૪, ૧૩૪, ૧૭૭ ની કલમ હેઠળ ગુનો દાખલ કરીએ એસ. આઇ. મનહરસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં પીઆઇ વી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એમ. ઝાલા તથા એ. એસ. આઇ. મનહરસિંહ જાડેજા, યશવંતભાઇ, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ, કોન્સ. કુલદીપસિંહ, જયપાલભાઇ તથા ઉમેદભાઇ સહિતે સીસીટીવી ફૂટેજના આધારે બોલેરો ચાલક કાના દેવકરણભાઇ જોગરાણા (ઉ.ર૩) (રહે. આજી ડેમ ચોકડી નજીક ભીમરાવનગર શેરી નં. ૧) ને પકડી લઇ જીજે-૩ બી. વી. ૭પ૩૦ નંબરની બોલેરો કબ્જે કરી હતી. તેની પુછપરછમાં અકસ્માત બાદ પકડાઇ ન જાય તે માટે કાનાએ બોલેરોની પાછળની ટાંકીનો કલર સફેદ કરાવી નાખ્યો હતો.  

(3:11 pm IST)