Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કાળીપાટ પાસેથી સગીરને પાંચ ચોરાઉ બાઇક સાથે ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

મોજશોખ માટે સગીરે બુલેટ સહિત પાંચ બાઇક ચોરી કર્યાઃ ખોખડદળ પુલ પાસે બાવળની જાળીમાં છૂપાવી દેતો

રાજકોટ તા. ૬: ભાવનગર રોડ કાળીપાટ પાસેથી બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે એક સગીરને બુલેટ સહિત પાંચ ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. મળતી વિગત મુજબ કાળીપાટ પાસે એક શખ્સ ચોરાઉ બાઇક લઇને નીકળ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, ક્રિપાલસિંહ જાડેજા તથા કોન્સ. દેવાભાઇ ધરજીયાને બાતમી મળતા પીઆઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી. બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ, ક્રિપાલસિંહ, અંશુમનભા, સુભાષભાઇ, જીજ્ઞેશભાઇ, પ્રતાપસિંહ, દેવાભાઇ તથા નિતેષભાઇ સહિતે કાળીપાટ ગામ પાસેથી એક સગીરને નંબર વગરનું ચોરાઉ બાઇક સાથે પકડી લઇ પૂછપરછ દરમ્યાન એક બુલેટ સહિત ત્રણ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે પાંચેય બાઇક કબ્જે કર્યા હતા સગીરે મોજશોખ માટે બાઇક ચોર્યાનું જણાવ્યું હતું તે બાઇક ચોરી કરીને ખોખડદળ નદીના પુલ પાસે બાવળની જાળીમાં રાખી દેતો હતો. 

(3:12 pm IST)