Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

બાબરીયા કોલોની આરોગ્ય કેન્દ્રમાં રસી માટે લાંબી કતારો : ડોઝ વધુ ફાળવો : રજુઆત

રાજકોટ : વોર્ડ નંબર ૧૭ ના બાબરીયા કોલોની ન્યુ રદ્યુવીર સોસાયટી ના આરોગ્ય કેન્દ્રની અંદર વેકિસન ની રસી લેવા માટેની સવારના ૫:૦૦ વાગ્યાથી લાભાર્થીઓ ટોકન નંબર લેવા માટે લાઈનમાં ઊભા રહેતા હોવા છતાં લાભાર્થીઓ બાકી રહેતા હોય એવા લોકો ને નંબર નથી મળેલ એવા લોકો રોજ આરોગ્ય કેન્દ્રએ ધક્કા ખાતા હોવાથી વેકિસન રસીના ડોઝ આરોગ્ય કેન્દ્રને વધારે આપવામાં આવે તો લાભાર્થીઓની ભીડ રહેતી હોય તેમાં યોગ્ય અંશે રાહત તે માટે આરોગ્ય કેન્દ્રને વધારેને વધારે વેકિસન રસીના ડોઝ ફાળવવામા આવે તો લાભાર્થીઓ ની મુશ્કેલી થઈ શકે તેવી વ્યવસ્થા કરાવવી જરૂરી છે. સામાજીક કાર્યકર સવજીભાઈ સી, ફળદુ દ્વારા આ બાબતે મ્યુ.કમિશ્નર રજુઆત કરી છે.

(3:18 pm IST)