Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

માધાપર સહિતનાં વિસ્તારોમાં બાંધકામો ઠપ્પ : તંત્ર દ્વારા વિકાસ પરવાનગી નહી અપાતાં ભારે મુશ્કેલી

ટી. પી. ૧૧ નો ઇરાદો જાહેર થયા બાદ છેલ્લા બે વર્ષથી : આ મુદ્ે વૈકલ્પીક વ્યવસ્થા કરવી જરૂરી અન્યથા વિકાસ રૃંધાઇ જશેઃ મુખ્યમંત્રીને પત્ર પાઠવી અનેક રજૂઆતો છતાં સમસ્યા યથાવત

રાજકોટ તા. ૬ :.. શહેરમાં નવા ભેળવાયેલ વિસ્તાર માધાપર કે જયાં ટી. પી. સ્કીમ નં. ૧૧ (ડ્રાફટ) નો ઇરાદો જાહેર થયા બાદ અહીં રહેણાંક સહિતનાં નાના - મોટા બાંધકામો ઠપ્પ થઇ ગયા છે. કેમ કે જવાબદાર તંત્ર દ્વારા અહીં વિકાસ પરવાનગી આપવામાં નથી આવતી. આ પરિસ્થિતિ બે વર્ષથી છે

ત્યારે આ બાબતે વૈકલ્પીક વ્યવસ્થા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ આવેદન પત્ર પાઠવી અને આ વિસ્તારનાં નાના-મોટા બાંધકામ કોન્ટ્રાકટરોએ રજૂઆતો કરી છે આમ છતાં આ સમસ્યા હજુ યથાવત છે.

આ બાબતની રજૂઆતમાં જણાવાયેલ કે રાજકોટ શહેરમાં પ્લાન પાસ કરવાની પ્રક્રિયા બે ઓથોરીટી દ્વારા થાય છે. રૂડા અને કોર્પોરેશન દ્વારા તેમાં રૂડા વિસ્તારમાં માધાપર ગામ હતું અને તેમાં પ્લાન મંજૂરીની પ્રક્રિયા રૂડા દ્વારા ચાલુ હતી ત્યારે આશરે ૧૮ મહિના પહેલા રૂડા દ્વારા માધાપરમાં ટી. પી. સ્કીમ ૩૮/૧ અને ટી. પી. સ્કીમ ૧૧ નો ઇરાદો જાહેર કરવામાં આવ્યો, ત્યારથી જ નવા પ્લાન ઇન્વર્ડ કરવાના બંધ કરવામાં આવ્યા અને જે પ્લાન મંજૂરીમાં હતા તેને પેન્ડીંગ કરી દેવામાં આવ્યા. ટી. પી. ૧૧ ની કામગીરી ડ્રાફટ સ્વરૂપે ગાંધીનગર મોકલવામાં આવેલ છે. અને ટી. પી. સ્કીમ પૈકીની કામગીરીમાં કોઇપણ પ્રકારની પ્રગતિ થઇ નથી. આ બન્ને ટી. પી. સ્કીમમાં આવતા સેંકડો સર્વે નંબર અને હજારો ચો. મી. જમીનમાં બાંધકામ પ્લાન પાસ કરવાની પરવાનગી બંધ કરી દેવામાં આવી છે. આ બાબતને આશરે ૧૮ મહિના થઇ ગયા તેમાંય  ટી. પી. સ્કીમ ૧૧ ની કોઇપણ જાતની કામગીરી થઇ નથી. તેથી તેની કોઇપણ જાતની કામગીરી થાય ડ્રાફટ સ્વરૂપે ગાંધીનગર મોકલાય ટી. પી. ઓ. ની નિમણુક થાય ત્યારબાદ તેમના અભિપ્રાય પછી પ્લાન પાસ થવાની પ્રક્રિયા શરૂ થાય અને પછી ડ્રાફટ કીમ અને તેના વાંધા, સુચનો, પ્રીલીમીનરી સ્કીમ અને તેના વાંધા સુચનો તથા ફાઇનલ ટી. પી. સ્કીમ બહાર પડવી એમ ખૂબ જ લાંબી જટીલ પ્રક્રિયા છે.આ ગાળા દરમ્યાન આ વિસ્તારના બાંધકામ ઉપયોગ સંપૂર્ણ ઠપ્પ થઇ ચૂકયો છે. હજારો કુટુંબોની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે. તો આ બધી બાબતોને ધ્યાને લઇને માધાપર ટી. પી. ૧૧ ની ટી. પી. સ્કીમની કામગીરી વેગવંતી થાય અને બાંધકામ ઉદ્યોગ ફરીથી રફતાર પકડી શકે એટલા માટે કોઇ ત્યાં સુધીનો રસ્તો પ્લાન મંજૂર કરાવનાર ને સબ્જેકટ ર પ્લાન પાસ કરી કપાત લેવા માટે ટીપીનો અભિપ્રાય લઇ અમો બાંધકામ કરનાર પાસેથી એફીડેવીટ લઇ પ્લાન પાસ કરાવી આપવા માટે વિનંતી તથા બેરોજગારી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા જરૂરી છે.

આમ ખુદ મુખ્યમંત્રીશ્રીનાં જ મત વિસ્તારમાં  આ વિકરાળ સમસ્યા છે. ત્યારે આ બાબતે તાત્કાલીક નિર્ણય નહી લેવાય તો આ વિસ્તારનો વિકાસ રૃંધાંઇ જશે. અનેક નાના-મોટા કોન્ટ્રાકટરો આર્થિક સંકટમાં મૂકાઇ જશે અને બેરોજગારી માઝા મૂકશે. તેમ આ વિસ્તારમાં મકાન બાંધકામ ધારકોમાં ભય ઉભો થયો છે.  

(3:54 pm IST)