Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

માર્કેટ યાર્ડની મતદાર યાદીમાંથી રા.લો. પ્રોસેસીંગ મંડળીના નામ કાઢવા રજુઆત

ચૂંટણી નજીક આવતા ભાજપનું સહકારી રાજકારણ ગરમ : બાબુ નસીતે વાંધો રજુ કર્યોઃ મંડળી માત્ર ચોપડે જ ચાલતી હોવાની અરજી

રાજકોટ, તા., ૬:  બેડી માર્કેટ યાર્ડની ચુંટણી પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. હાલ પ્રાથમીક  મતદાર યાદી સામે વાંધા લેવાની મુદત છે. રાજકોટ લોધીકા તાલુકા સહકારી પ્રોેસેસીંગ અને માર્કેટીંગના મંડળીના ડીરેકટર બાબુલાલ નસીતે આ સંસ્થાની મતદાર યાદીમાંથી કેટલાક નામ કમી કરવા માટે લેખીત રજુઆત કરી છે. જેમાં તાલુકાના અમુક મોટા માથાઓ છે. આ રજુઆતથી જુથવાદની દ્રષ્ટિએ ભાજપમાં ગરમાવો આવી ગયો છે.

શ્રી નસીતે વાંધા અરજીમાં જણાવ્યું છે કે રાજકોટ લોધીકા તાલુકા સહકારી પ્રોસેસીંગ અને માર્કેટીંગ મંડળી વેપાર કરતી નથી. માત્ર ચોપડે જ વેપાર બતાવે છે. જેથી સદરહું મંડળીની વ્યવસ્થાપક સમીતીના નામો બેડી માર્કેટ યાર્ડની સંઘ મત વિભાગની મતદાર યાદીમાંથી કમી કરવા પાત્ર છે. સદરહું મંડળીની છેલ્લી ચુંટણી ર૦૧૬માં થયેલ હાલ તે બોર્ડની મુદત પુરી થઇ ગઇ છે. મુદત વધારવાની કે મંડળીની ચુંટણી કરવાની કોઇ પ્રક્રિયા  કરેલ નથી. વ્યવસ્થાપક સમીતી બેઠક કે મંડળીમાં કયારેય સામાન્ય સભા બોલાવાયેલ નથી. માત્ર માકેૃટીંગ યાર્ડની ચુંટણીમાં સંખ્યાબળ વધારવા  આ મંડળી અનઅધિકૃત રીતે કામ કરી રહી છે. 

(3:55 pm IST)