Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સદ્દગુરૂ આશ્રમે દ્વાદશ જયોર્તિલીંગ- ગંગામૈયાના પ્રત્યક્ષ દિવ્યદર્શન

શ્રાવણ માસ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોઃ દર સોમવારે શૃંગાર દર્શન, પૂજન આરંભઃ રવિવારથી અખંડ પાઠ

રાજકોટઃ શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ)નાં પ્રાંગણમાં તા.૯ સોમવાર શ્રાવણ સુદ-૧ (એકમ)થી તા.૬ સપ્ટેમ્બર સોમવાર શ્રાવણ વદ-૩૦ (અમાસ) સુધી આપણાં દેવાધિદેવ ભગવાન શિવશંકરનાં બાર જયોતિલીંગનાં દિવ્ય દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. હરિદ્વાર ગંગામૈયાના દિવ્ય દર્શનનો અલભ્ય લાહવો લેવા નિમંત્રણ અપાયું છે તથા અષાઢ વદ-૩૦ (અમાસ), તા.૮ રવિવારનાં રોજ શ્રી નીજ મંદિર હોલમાં શ્રી રામચરિતમાનસજીનાં અખંડ પાઠનું સંગીતમય શૈલીમાં આયોજન કરવામાં આવેલ છે.

દ્વાદશ જયોર્તિલીંગનાં દિવ્ય દર્શન નિમિતે ધાર્મિક આયોજનો આ મુજબ છે. (૧) ભગવાનશ્રી શિવશંકરનાં દ્વાદશ જયોર્તિલીંગનાં પ્રતિષ્ઠા તથા પુજન, તા.૯ સોમવાર, સવારે ૯ કલાકે, (૨) ભગવાનશ્રી શિવશંકરનાં દ્વાદશ જયોર્તિલીંગની દરરોજ આરતીનો સમય- સવારે ૭ કલાકે, (૩) દરરોજ સાંજની આરતીનો સાંજે ૮ કલાકે,  (૪) દરરોજ થાળ ધરાવવાનો સમય સવારે ૧૦:૪૫ કલાકે, (૫) દરરોજ દર્શનનો સમય સવારે ૬ કલાકે થી ૧૨:૩૦ કલાક સુધી તથા બપોરે ૪ થી રાત્રિનાં ૧૦ સુધી.

શ્રી ગંગામૈયાની આરતી દરરોજ સવારે ૭:૧૫ તથા સાંજે ૮:૧૫ વાગ્યે. શ્રી મંગલેશ્વર મહાદેવનાં મંદિરમાં દર સોમવારે શૃંગાર દર્શનનો સમય સાંજે ૬ થી ૧૦ સુધીનો રહેશે.

શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિરમાં શૃંગાર દર્શન (૧) તા.૯ સોમવાર, સાંજે ૬ થી રાત્રિના ૧૦ સુધી, (૨) તા.૧૬ સોમવાર સાંજે ૬ થી રાત્રિના ૧૦ સુધી, (૩) તા.૨૩ સોમવાર સાંજે ૬ થી રાત્રિના ૧૦ સુધી, (૪) તા.૩૦ સોમવાર, સાંજે ૬ રાત્રિના ૧૦ સુધી, (૫) તા.૬ /૯ સોમવાર, સાંજે  ૬ થી રાત્રિના ૧૦  સુધી.

શ્રાવણ માસ દરમ્યાન દરરોજ સાંજે સંગીમમયી શૈલીમાં શ્રી સુંદરકાંડનાં સમુહ પાઠનું ધાર્મિક આયોજન થયું છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:56 pm IST)