Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

'વિશ્વ સ્તનપાન' સપ્તાહ ઉજવણી અંતર્ગત ભાજપના મહિલા કોર્પોરેટરો દ્વારા પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ફ્રુટનું વિતરણ

રાજકોટ : ૧ ઓગષ્ટથી 'વિશ્વ સ્તન પાન' સપ્તાહ ઉજવણી અંતર્ગત ડે.મેયર ડો.દર્શિતાબેન શાહના માર્ગદર્શન હેઠળ શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળાના નેતૃત્વમાં પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે બહેનોને પોષણ યુકત આહાર, ફ્રુટ વિતરણ તથા માર્ગદર્શન આપવામાં આવેલ. આ અવસરે કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, જયાબેન ડાંગર, અનિતાબેન ગોસ્વામી, રાજેશ્રીબેન ડોડીયા, કંચનબેન સિધ્ધપુરા, વર્ષાબેન રાણપરા, રૂચિતાબેન જોષી તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગ અધિકારી બહેનો વિગેરે જોડાયેલા હતા. એક નવજાત બાળકને જન્મના એક કલાકમાં માતાનું પહેલું ઘટ્ટ પીળું દૂધ (કોલ્સટ્રમ) અતિઆવશ્યક હોય છે.  જે નવજાતને રોગ પ્રતિકારક શકિત આપે છે તેમજ બાળકને ૬ માસ સુધી ફકત માતાનું જ ધાવણ જ આપવું જોઈએ. માતાનું ધાવણએ કુદરતી અને બાળક માટે સલામત છે કારણ કે તેના ઉત્પાદન દરમ્યાન કોઇપણ પ્રકારનું પ્રદુષણ નથી થતું અને કોઈપણ પ્રકારના પેકેજીંગની જરૂરિયાત પડતી નથી. ઉપરાંત, પદ્મકુંવરબા હોસ્પિટલમાં સગર્ભા માતાઓને પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.

(3:59 pm IST)