Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

રાજકોટમાં કોરોનાનાᅠ૩૦૧ એકટીવ કેસ

ગઇકાલે ૩૮ કેસ નોંધાયા : સૌથી વધુ વોર્ડ નં. ૧૭માં ૧૦ લોકો સંક્રમિત : કુલ કેસનો આંક ૬૪,૭૦ર એ પહોંચ્‍યો

રાજકોટ તા. ૫: શહેરમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે ૨ વર્ષના બાળક સહિત કુલ ૩૮ કેસ નોંધાયા છે. હાલ ૩૦૧ દર્દીઓ સારવાર હેઠળ છે. સૌથી વધુ વોર્ડ નં.૧૭માં ૧૦ કેસ નોંધાયા છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ શહેરમાં ગઇકાલે ૩૮ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં.૧૪ ના મીલપરા, વોર્ડ નં. ૧૭માં માધવપાર્ક, ભવનાથ, શ્રધ્‍ધાપાર્ક, રાજલક્ષ્મી, આશાપુરા, ભવનાથ પાર્ક, હુડકો, વોર્ડ નં. ૬માં પેડક રોડ, ગાંધી સ્‍મૃતિ, વોર્ડ નં. ૧૮ના જયરામ પાર્ક, તીરૂપતિ, રાઘેશ્‍યામ, કોઠારીયા, રૂષી પ્રસાદ, જુના ગણેશ, વોર્ડ નં. ૧૧ ના આશ્રયગ્રીન વોર્ડ નં. ૧૦ ના ગંગોત્રી  પાર્ક, સનસીટી, ચીત્રકુટધામ, તથા વોર્ડ નં. ૭ના ઘાંચીવાડ, રામનાથપરા, કરણપરા સહિતના વિસ્‍તારમાં ર વર્ષના બાળક સહિત રપ પુરૂષ તથા ૧૩ મહિલા સંક્રમિત થયા છે.

આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૪,૭૦૨ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૯૦ર દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૦૮૧ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૩૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૯૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૦,૦૧,૧૩૧ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૪,૭૦૨ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ  ૯૮.૮પ ટકાએ પહોંચ્‍યો છે.(૯.૧૯) 

કયા વોર્ડમાં

કેટલા કેસ

વોર્ડ નં.        કેસ

૧           ૪

ર           ૩

૬           ર

૭           પ

૮           ૧

૧૦          ૩

૧૧          ર

૧૪          ૧

૧૭          ૧૦

૧૮          ૭

(4:10 pm IST)