Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

હનુમાન મઢી પાસે અલ્‍કાપુરીમાં સીડી પરથી પડી જતાં વિનોદરાય સોનીનું મોત

રાજકોટ તા. ૬: રૈયા રોડ પર હનુમાન મઢી પાસે અલ્‍કાપુરી શેરી નં. ૬માં રહેતાં વિનોદરાય વલ્લભદાસ અખેડીયા (સોની) (ઉ.વ.૭૫) નામના વૃધ્‍ધનું સીડી પરથી પડી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
વિનોદરાય સાંજે સાડા સાતેક વાગ્‍યે ઉપરના માળની સીડી ઉતરતી વખતે પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર વિનોદરાય છ ભાઇમાં પાંચમાં હતાં. તેમને સંતાન ન હોઇ ભત્રીજા હિતેષભાઇ સાથે રહેતાં હતાં. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

 

(12:28 pm IST)