Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ઓપન સૌરાષ્‍ટ્ર સ્‍વીમીંગ ચેમ્‍પીયનશીપમાં ૮૦ વર્ષના દાઉદભાઇ ફુલાણીને બે મેડલ

વિવિધ રમતોમાં અત્‍યાર સુધીમાં ૨૧૪ મેડલ મેળવી ચુકયા છે

રાજકોટ તા. ૬ : ધ ફયુચર સ્‍ટાર સ્‍પોર્ટસ કલબ રાજકોટ દ્વારા યોજાયેલ ઓપન સૌરાષ્‍ટ્ર સ્‍વીમીંગ ચેમ્‍પીયનશીપ ૨૦૨૨ માં એ.જી. કચેરીના નિવૃત્ત ૮૦ વર્ષીય દાઉદભાઇ ફુલાણીએ ૫૦ મી.બેક સ્‍ટ્રોકમાં પ્રથમ અને ૫૦ મી. બેસ્‍ટ સ્‍ટ્રોકમાં દ્વીતીય સ્‍થાન સાથે ૧ ગોલ્‍ડ અને ૧ સીલ્‍વર મેડલ મેળવતા ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. અત્‍યાર સુધીમાં હોકી, ફુટબોલ, ક્રિકેટ, બાસ્‍કેટ બોલ, વોલીબોલ, સ્‍વીમીંગ, ટેબલ ટેનીસ, રાયફલ શુટીંગ, એથ્‍લેટીક, સાયકલીંગ, જીમ વગેરેમાં અલગ અલગ સ્‍પર્ધાઓમાં ભાગ લઇ કુલ ૨૧૪ જેટલા મેડલ અને થોકબંધ સર્ટીફીકેટ તથા કપ, શીલ્‍ડ, ટ્રોફી હાંસલ કરેલ છે. હાલ તેઓ પોતાના અનુભવોનો લાભ શાળા કોલેજના બાળકોને આપી રહ્યા છે. રેડીયો-ટી.વી. અને વર્તમાનપત્રોમાં તેમની સિધ્‍ધીઓ પ્રસિધ્‍ધ થઇ ચુકી છે. તેમના મો.૯૬૮૭૯ ૨૮૩૩૩ છે.

(4:33 pm IST)