Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કવિ, લેખક મિતલ ખેતાણીનો સોમવારે જન્‍મદિન

પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમીટીના સભ્‍ય

રાજકોટઃ સૌરાષ્‍ટ્રનાં જાહેર જીવનનાં અગ્રણી સ્‍વ.નરોતમભાઈ ખેતાણીનાં પુત્ર, ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયની નેશનલ એડવાઈઝરી કમિટીમાં સભ્‍ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્‍ડિયાનાં પ્રેસ એન્‍ડ પબ્‍લીક રીલશન્‍સ કમિટીનાં સભ્‍ય, ગુજરાત સરકારનાં સ્‍ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં સભ્‍ય શ્રી કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ- એનીમલ હેલ્‍પલાઈન, વેટરનરી હોસ્‍પિટલ, અબોલ જીવોનું અન્‍નક્ષેત્રનાં પ્રમુખ, સમસ્‍ત મહાજનનાં સંગઠન મંત્રી, જિલ્લા પ્રાણી અત્‍યાચાર નિવારણ સોસાયટીનાં ટ્રસ્‍ટી, શ્રી લોહાણા મહાપરીષદનાં પૂર્વ જોઈન્‍ટ સેક્રેટરી, અખિલ સૌરાષ્‍ટ્ર- કચ્‍છ રઘુવીર સેના (રાજકોટ)નાં પ્રમુખ તેમજ વિવેકાનંદ યુથ કલબ સહિતની સંસ્‍થાઓ સાથે જોડાયેલા કવિ, લેખક મિતલ ખેતાણીનો તા.૮ સોમવારનાં રોજ ૪૭ મો જન્‍મદિન છે.

તેઓને દીપચંદભાઈ ગારડીનાં હસ્‍તે ગારડી એવોર્ડ, ચિત્રલેખા દ્વારા ૨૦૧૫માં ‘યુવા પ્રતિભા' તરીકે વિશેષ લેખ પણ પ્રકાશીત થયેલ. સારા વકતા પણ છે. ઓમ ન્‍યુઝ નેટવર્કની પણ શરૂઆત કરી છે.

તેઓ સદ્દગુરૂ દેવ શ્રી રણછોડદાસજી મહારાજમાં અનન્‍ય શ્રધ્‍ધા ધરાવે છે. રાષ્‍ટ્રસંત પ.પૂ.નમ્રમુની મહારાજ સાહેબ, પ.પૂ.મહંતસ્‍વામી મહારાજ, પ.પૂ.પરમાત્‍માનંદ સરસ્‍વતીજી, પ.પૂ.રત્‍નસુંદર મહારાજ સાહેબ, પ.પૂ.યશોવિજયજી મહારાજ સાહેબ ભારત સરકારનાં કેન્‍દ્રીય મંત્રીઓ પુરૂષોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, ગુજરાતના જીવદયાપ્રેમી પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, જીવદયા ક્ષેત્રનાં મોભી મેનકા ગાંધી, સાંસદો રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, રાષ્‍ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા, શહેર ભાજપ  પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સમસ્‍ત મહાજનનાં ગીરીશભાઈ શાહ સહિતનાંએ જન્‍મદિન નિમીતે શુભેચ્‍છા પાઠવી.

તા.૮ ઓગષ્‍ટનાં જન્‍મદિવસે ગૌશાળામાં ઘાસ વિતરણ, કબૂતરો માટે વિવિધ ચબૂતરાઓમાં ચણ, કિડીયારૂ, માછલીઓને લોટની ગોળી સહિતની સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ઉજવણી થઈ રહી છે. આ દિવસથી ‘સંકલ્‍પ બેંક'નો શુભારંભ પણ થઈ રહ્યો છે. જીવનસંગીની ડીમ્‍પલ, સુપુત્રો માનસ અને ધર્મ તેમજ પરીવારજનોની ઉપસ્‍થિતિમાં અને ગં.સ્‍વ.માતુશ્રી હરદેવીબેન નરોતમભાઈ ખેતાણીની ઉપસ્‍થિતિમાં જન્‍મદિન ઉજવશે.(મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)

(4:34 pm IST)