Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કાલાવડ રોડ ઉપર વેપારીની હત્‍યાના પ્રયાસના ગુનામાં આરોપીના જામીન મંજૂર

રાજકોટ,તા. ૬ : કાલાવડ રોડ શ્રીજી હોટલે વેપારીને મારમારી હત્‍યાના પ્રયાસના ગુન્‍હામાં આરોપીઓના જામીન મંજૂર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

 આ બનાવની વિગત એવી છે કે, કાલાવડ રોડ ઉપર શ્રીજી પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસની દુકાને ગત તા. ૨૬/૬/૨૦૨૨ના રાત્રીના ૧:૧૫ વાગ્‍યાના અરસામાં દુકાનના માલીક દીલીપસિંહ કાળુભા સોલંકી દુકાન બંધ કરવાની તૈયાર કરતા હતા તે વખતે કુલદિપ કરશનભાઇ વાઢેર, બિપીન ઉર્ફે ગટ્ટો જેન્‍તીભાઇ વાઢેર  અન્‍ય ઇસમોએ આવી અને ફાકી અને સિગારેટની માંગણી કરેલ. જેથી દુકાનના માલીક દિલીપસિંહે અગાઉ બાકી રાખેલા નાણાની માંગણી કરતા આ તમામ ઇસમો ઉશ્‍કેરાઇ ગયેલ અને ફરિયાદી ઉપર છરી, ધોકા વડે હુમલો કરેલ અને ગદડા પાટાનો બેફામ માર મારેલ. ફરિયાદીએ દુકાનનું શટર અંદરથી બંધ કરી દેતા આરોપીઓએ શટર ખોલાવી દુકાનમાં ઘુસીને ફરિફાદીને માર મારી ગંભીર ઇજા પહોંચાડી હત્‍યાનો પ્રયાસ કરેલ. જે અંગેની ફરિયાદ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં જાહેર થતા પોલીસે આરોપીઓને તાત્‍કાલીક ધરપકડ કરી જેલ હવાલે કરેલ. જેથી આરોપીઓએ જામીન પર છૂટવા અરજી કરી હતી.

કાયદાની હકીકતો અને બનાવની હકીકતોને ધ્‍યાને લઇ તેમજ આરોપીના વકીલે કરેલ દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખેલ. નામ સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓમાં જણાવેલ માર્ગદર્શક સિધ્‍ધાંતોને ધ્‍યાને લઇ બંને આરોપીઓને સેસન્‍સ કોર્ટે જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ.

આ કામે આરોપી કુલદિપ વાઢેર,બિપીન ઉર્ફે ગટ્ટો જેન્‍તીભાઇ વાઢેર વતી એડવોકેટ તરીકે રઘુવીર આર.બસીયા રોકાયેલ હતા.

(3:31 pm IST)