Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ત્રિલોક પાર્કમાં વેપારી પરિવારને ઉંઘતા રાખી તસ્‍કરો મોબાઇલ અને રોકડ ચોરી ગયાઃ બે સકંજામાં

છ દિવસ પહેલા બનાવઃ યુનિવર્સિટી પોલીસે બે શખ્‍સોને સકંજામાં લઇ પૂછપરછ

રાજકોટ તા.૬: સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે ત્રિલોક પાર્કમાં વેપારીના મકાનને નિશાન બનાવી વેપારી પરિવારને ઉંઘતા રાખી તસ્‍કરો મોબાઇલ તથા રૂા. ૩૪ હજાર રોકડા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોપાલચોક ત્રિલોક ર્પાક શેરી નં રમાં રહેતા મિલનભાઇ પ્રફુલભાઇ ભીમજીયાણી (ઉ.વ.૪૧) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છેકે, પોતે શાંતી નિકેતનર્પાકમા શેરી નં.૧ સદ્દગુરૂ કોમ્‍પ્‍લેક્ષ ખાતે આશીર્વાદ એજન્‍સી નામે હોલસેલનો વેપાર કરે છે. પત્‍ની ચાંદનીબેન કાલાવડ રોડ ક્રાઇસ્‍ટ સ્‍કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગત તા.૩૦/૭ ના રોજ રાત્રે પોતે પોતાનું ડેઇલીનું કલેકશન લઇને ઘરે આવ્‍યા બાદ તે રૂા. ૩૪૦૦૦ પર્સમાં રાખી રૂમના દરવાજાની પાછળ પર્સ ટીંગાડેલ હતુ બાદ પોતે તથા પરિવારજનો જમીને રૂમમાં ગયા હતા આ વખતે રૂમની ગેલેરીનો દરવાજો ખુલ્‍લો રાખ્‍યો હતો. અને પત્‍નિ તેમની સ્‍કુલના પેપરચેક કરવાનું ચાલુ કરેલ બાદ રાત્રે અગીયારેક વાગ્‍યે પોતે અને પુત્ર બંને પોતાનો મોબાઇલ ડ્રોવર પર રાખી સુઇ ગયા હતા. સવારે ઉઠીને ડ્રોવર ઉપર મોબાઇલ રાખેલ તે જોવામાં આવેલ નહી જેથી પોતે રૂમમાં તપાસ કરતા મળી આવેલ નહીં. બાદ પત્‍નિને ઉઠાડીને રૂમ તથા હોલમાં તપાસ કરતા મોબાઇલ મળી આવેલ નહી અને ફોન કરતા સ્‍વીચ ઓફ આવતો હતો. બાદ પોતે દરવાજાની પાછળ આવેલ ખીતીમાં ટીંગાળેલ પર્સ ચેક કરતા તેમાં રાખેલ રૂા. ૩૪૦૦૦/- રોકડા ગાયબ હતા. આથી ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પોતે બાજુના ત્રિજા મકાનમાં કેમેરા હોઇ, તેથી કેમેરાના ફુટે જ જોતા તેમાં શંકાસ્‍પદ શખ્‍સો જોવામાં આવ્‍યા હતા બાદ પોતે પોલીસમાં જાણ કરતા યુનિવર્સિટી પોલીસે મિલનભાઇની ફરિયાદ દાખલ કરી પોલીસે બે શખ્‍સોને સકંજામાં લઇ પૂછપરછ હાથધરી છે.

(3:33 pm IST)