Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

લક્ષ્મીનગર, દીલખુશ ચોક અને મુરલીધર ચોકમાં પોલીસના દરોડાઃ પતા ટીંચતા ૧૮ ઝડપાયા

માલવીયાનગર પોલીસના ત્રણ દરોડાઃ રૂા.૪૭ હજારની રોકડ સહિતની મત્તા કબજો

રાજકોટ તા.૭: શહેરના લક્ષ્મીનગર, નવલનગરના છેડે દીલખુશ ચોકમાં, અને મુરલીધર ચોકમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ૧૮ શખ્‍સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના લક્ષ્મીનગરમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્‍સ ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા તથા મહેશભાઇ ચાવડાને બાતમી મળતા લક્ષ્મીનગર શેરી નં.૨/૩ની વચ્‍ચે બંધગલીમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા જયેન્‍દ્ર વજુભાઇ જાંબુડીયા, ગાંધીગ્રામ પાસે ગાંધીનગર શેરી નં ૬ના અમીત જેન્‍તીભાઇ મુળીયા, લક્ષ્મીનગર શેરી નં ૨ના કમલેશભાઇ નરેન્‍દ્રભાઇ જાની, પુનિતનગર કર્મચારી સોસાયટી શેરી નં ૫/૧૦ના મનીષ દલપતભાઇ અગ્રાવત, લક્ષ્મીનગર શેરી નં૨/૩ ના ડીમ્‍પલબેન જયેન્‍દ્રભાઇ જાંબુડીયા અને ગાંધીગ્રામ ગાંધીનગર શેરી નં.૬ના દીવ્‍યાબેન અીમતભાઇ મુળીયાને પકડી લઇ રૂા. ૨૩,૮૦૦ની રોકડ કબજો કરી હતી

જયારે બીજા દરોડામાં નવલનગર શેરી ંન.૯ના છેડે દીલખુશ ચોકમાં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા નવલનગર શેરી નં ૯ના જયેશ ભનુભાઇ સોલંકી, અનીલ કનુભાઇ સુસરા, વિનાયકનગર શેરી નં.૧ રાજેશ બાબુભાઇ દેવળા, દીલીપ મનજીભાઇ મેણીયાને પકડી લઇ રૂા. ૧૦,૭૫૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી

જયારે ત્રીજા દરોડામાં નવલનગર પાસે મુરલીધર ચોકમાં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા નવલનગર શેરી નં.૯ ના છેડે આર.એમ.સી આવાસ યોજના કવાર્ટર નં.૧૯૬૧ના અર્જુન ઉર્ફે અજુભા રણજીતભાઇ ચૌહાણ, વિનાયકનગર શેરી નં૧૮ના નૈમીષ કીરીટભાઇ ભડીંગજી, નવલનગર શેરી નં ૯ના સુનીલ મહિપતભાઇ ચૌહાણ, કૈલાશનગર શેરી નં.૨ના કરણ વિનોદભાઇ રાઠોડ, નવલનગર શેરી નૅ.૯ના છેડે આરે.એમ.સી કવાર્ટરના અલ્‍પેશ ઉર્ફે લાલો ભીખાભાઇ ચૌહાણ, ગોકુલધામ પાસે આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં.૭ના દીનેશ. જેન્‍તીભાઇ તુરખીયા, કોઠારીયા રોડ કિરણનગર શેરી નં.૭ના કીશન દીનેશભાઇ અઘેરા આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં.૧૪નાં યશ ઉર્ફે ડોંડી રસીકભાઇ બકરાણીયાને પકડી લઇ રૂા. ૧૩,૨૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી આ કામગીરી પીઆઇ. કે.એન.ભુકણના માર્ગર્દર્શન હેઠળ પીએસઆઇ. એમ.એસ.મહેશ્વરી, હેડ કોન્‍સ મસરીભાઇ ભેટારીયા, અજયભાઇ વિક્રમા, કોન્‍સ ભાવેશભાઇ ગઢવી, મહેશભાઇ ચાવડા, હિરેનભાઇ સોલંકી, અંકીતભાઇ નિમાવત, હરપાલસિંહ જાડેજા તથા હિતેષભાઇ અગ્રાવત દ્વારા કરવામાં આવી હતી.

(3:37 pm IST)