Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

રાજકોટ જિલ્લાનાં ૪ ડેમોમાં નવા પાણી ઠાલવતા મેઘરાજા

રાજકોટ, તા. ૬ : રાજકોટ જિલ્લામાં  વરસાદના પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં ૦.૨૬ ફૂટ, વેણું-૨ ડેમમાં ૦.૧૬ ફૂટ, આજી-૩ ડેમમાં ૦.૦૩ ફૂટ તથા ભાદર-૨ ડેમમાં ૦.૮૨ ફૂટ જેટલો વધારો પાણીની આવકમાં થયો છે. આમ, જિલ્લાનાં ૪ ડેમોમાં નવા નીરની આવક થઈ છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે.

(3:39 pm IST)