Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કાલે આવજો, પુસ્‍તક પરબ સાવ વિનામૂલ્‍યે વાંચન પ્‍યાસ બુઝાવશે

સાહિત્‍ય સેતુ દ્વારા પુસ્‍તક પરબનો વધુ એક મણકો

રાજકોટ તા. ૬: દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્‍યીક પ્રવૃતિ કરતી સંસ્‍થા સાહિત્‍ય સેતુ દ્વારા વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત વાંચન પ્રવૃતિને વેગ મળે, શહેરીજનો વાંચતા થાય તેવા શુભ આશયથી દર મહિનાના પ્રથમ રવિવારે સાહિત્‍યપ્રેમી રસિકભાઇ મહેતા પુસ્‍તક પરબનો પ્રારંભ કરવામાં આવેલ છે જે અંતર્ગત ઓગષ્‍ટ મહિનાના પ્રથમ રવિવારે કાલે તા. ૭મીને રવિવારના રોજ સવારના ૧૦ થી ૧ વાગ્‍યા સુધી કાલાવડ રોડ પર નૂતનનગર હોલ પાસે આવેલ કોટેચા ગર્લ્‍સ હાઇસ્‍કુલમાં રસિકભાઇ મહેતા પુસ્‍તક પરબ યોજાશે.
વાંચન પ્રેમીઓને પુસ્‍તક પરબની મુલાકાતે આવવા સ્‍નેહભર્યું નિમંત્રણ છે. વાંચન પ્રેમીઓ પોતાને મનગમતું પુસ્‍તક કોઇ પ્રકારની ડીપોઝીટ, લવાજમ કે સભ્‍ય ફી વગર પોતાના ઘરે વાંચવા માટે લઇ જઇ શકે છે. સમગ્ર આયોજનની સફળતા માટે અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, સુધીર દતા, નૈષધ વોરા, હસુભાઇ શાહ, પંકજ રૂપારેલીયા, જયેન્‍દ્રભાઇ મહેતા, પરિમલભાઇ જોષી, ગુણેન્‍દ્ર ભાડેશીયા, મહેશ જીવરાજાની, પ્રકાશ હાથી કાર્યરત છે. વધુ માહિતી માટે મો. ૯૪ર૮ર ૩૩૭૯૬ ઉપર સંપર્ક સાધવો.

 

(3:49 pm IST)