Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કાલે ખરખોડીના રોપ રૃા. ૩૦માં

વિવિધ ફળ-શાકભાજી-ફુલના રોપ-બી રાહત દરે : દેશી ગોળ-મધ-વગેરે પણ રાહત દરે

રાજકોટ ખાતે ખરખોડી (ડોડી) ના રોપા (૩૦ રૃ), આફ્રિકન મોગા ના કટિંગ (વાવેતર માટે), મધ વગેરે વસ્તુઓનું રાહત દરે વિતરણ થશે 

ખરખોડી (ડોડી) ના રોપૉં આ દુર્લભ થતી જાત ને જીવંત કરવા માટે ની મથામણ છેલ્લા ઘણા વર્ષોથી નવરંગ નેચર કલબ રોપાનું રાહત દરે વિતરણ કરી કરે છે, ખરખોડી એ આરોગ્ય માટે ઉત્તમ ઔષધિ છે.  ચોમાસું શાકભાજી ના બિયારણ જેવા કે ગુવાર, ભીંડો, રીંગણી, મરચી, ટમેટી, ચોળી, કારેલાં, ગલકા, તૂરિયા, દૂધી, કાકડી, ચીભડા ના નાના પેકેટનું રાહત દરે (રૃ ૫) વિતરણ.

મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, લાલ અને કાશ્મીરી ગુલાબ, ઇંગ્લિશ ગુલાબ, દિનકા રાજા, એકસોરા, વગેરે નું રોપાનું રાહત દરે વિતરણ.

આંગણે વાવો શાકભાજી ને પ્રોત્સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબી ના રોપાઓ મળસે સાથે સાથે વિવિધ જાત ના શાકભાજી ના બિયારણ નાના પેક માં મળસે.

ફૂલછોડ : કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્મસ ટ્રી, એકશ્ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે.

એલોવેરા જેલ : અલોવેરા જ્યુસ અને સપ્ત્ચુર્ણ રાહત દરે મળશે.

દેસી ગોળ, કાજુ બદામ, અખરોટ, કિસમિસ, કેળાં, કેસર અને હાફૂસ કેરી, અથાણાં માટે ગુંદા.

વિવિધ જાતના દેસી મુખવાસ અને દેસી અથાણાં.

છાણિયું ખાતર, લીંબડા નો ગળો, વિવિધ જાત ના કઠોડ, માટી અને પ્લાસ્ટિક ના કુંડા.

વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્કારી સાહિત્યના પુસ્તકો પાછા આપવાની શરતે વિનામુલ્યે વિશ્વનિડમ ગુરુકુલમ તરફ થી આપવામાં આવસે.   આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને સંસ્થા જગ્યા અને પ્રચાર ની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપે છે.

ખાસ નોંધ : સોસીયલ ડિસટન્સ નું પાલન કરીએ અને માસ્ક ફરજીયાત પહેરીએ. કાર્યક્રમમાં ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગ નો ખૂણો,        તા. ૦૭ સવારે ૮ થી ૧ યોજાશે.

(3:56 pm IST)