Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જંકશન રેલ્વે સ્ટેશનમાંથી અનીલ ડાભીને રેલ્વે પોલીસે દારૃ-બીયર સાથે પકડયો

એલસીબીના સંતોષભાઇ ગઢવી અને અનિરૃધ્ધસિંહની બાતમી

રાજકોટઃ જંકશન રેલવે સ્ટેશનમાં સૌરાષ્ટ્ર મેલ એકસપ્રેસ ટ્રેનમાં એક શખ્સ દારૃ સાથે આવતો હોવાની રેલવે એલ.સી.બી.ના કોન્સ. સંતોષભાઇ તથા કોન્સ. અનિરૃધ્ધસિંહને બાતમી મળતા રેલવે સ્ટેશનમાં વોચમાં હતા ત્યારે પ્લેટફોર્મ નં. ૧ પર ઉભેલી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનના પાછળના જનરલ ડબ્બામાંથી ઉતરતા મુસાફરોના સામાન ચેક કરતા તાલાળા ગીર નરસંગ ટેકરી પાસે રહેતો અનીલ તલશીભાઇ ડાભી (ઉ.વ. રર) ના થેલામાંથી દારૃની ૬ બોટલ અને ૧૬ બીયરના ટીન મળી આવતા પોલીસે તેને પકડી લઇ પૂછપરછ કરતા આ દારૃ-બીયર મુંબઇથી લઇ આવ્યો હોવાની કબુલાત આપી હતી. આ કામગીરી રેલવે એલ.સી.બી.ના પી.એસ.આઇ. ઝેડ વી. રાયમા, એ.એસ.આઇ. હરીશચંદ્રસિંહ, સરફરાઝહુશેનભાઇ, દિનેશભાઇ, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ, હરપાલસિંહ, કોન્સ. જયવીરસિંહ, ધર્મેન્દ્રસિંહ, તેજસભાઇ, દિવ્યરાજસિંહ, યોગીરાજસિંહ, સંતોષભાઇ અને અનિરૃધ્ધસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(4:22 pm IST)