Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુ-મેલેરીયાના ૧૬૦ દર્દી નોંધાયા

ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં ૧૭૪ કેસ નોંધાયા હતા : શહેરના વિવિધ વિસ્તારમાં હોસ્પિટલ, હોટલ, બાંધકામ સાઇટમાં મચ્છર ઉત્પતિ સબબ કુલ રૂા. ૬ લાખનો દંડ ફટકારાયો : મનપાના આરોગ્ય તંત્રનો દાવો

રાજકોટ, તા. પ : ચોમાસાની ઋતુ દરમ્યાન રાજકોટ શહેરમાં નોંધપાત્ર વરસાદ થયેલ છે. સામાન્ય રીતે દર વર્ષેચોમાસાની ઋતુ બાદ સપ્ટેમ્બર, ઓકટોમ્બર માસ દરમ્યાન મહત્મ ડેન્ગ્યુસહિત વાહકજન્ય રોગના કેસો નોંઘાતા હોય છે. વરસાદ બાદ ૧૪ થી ર૦ દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. ત્યારે આ વર્ષે સપ્ટેમ્બર માસમાં ડેંગ્યુ-મેલેશીયાના ગત વર્ષ કરતા આ વર્ષે કેસ ઓછા નોંધાયાનો મનપા તંત્રના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે.
આ અંગે મનપાની સત્તાવર માહિતીમાં જણાવ્યા મુજબ વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. આ ઈંડામાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તથા પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા ૭ થી ૧૦ દિવસનો સમય લાગે છે.મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થયપ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે.  ગત વર્ષેની સરખામણીમાં સપ્ટેમ્બર માસ ડેન્ગ્યુ તથા મેલેરિયા કેસોમાં ઘટાડો નોંઘાયેલ છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં ૧૩૬ ડેન્ગ્યુના કેસો તથા ૩૮ મેલેરિયાના કેસો નોંઘાયેલ છે. જયારે આ વર્ષ સપ્ટેમ્બરમાં ૧૨૬ ડેન્ગ્યુના કેસો તથા ૩૪ મેલેરીયાના કેસો નોંઘાયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.આરોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.ઙ્ગઆરોગ્ય તંત્ર દ્વારા નોન - ટ્રાન્સમીશન સિઝનથી જ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાયતીના ભાગરૂપે સંવેદન વિસ્તારોમાં ફોગીંગ, ટેમીફોશ દવાછંટકાવ સહિતના ૫ગાલાઓ લેવામાં આવેલ છે. કાયમી સ્ટાફની સાથે ૧૮૦ વી.બી.ડી. વોલેન્ટીયર્સને માનદસેવાથી વાહક નિયંત્રણની કામગીરી સોં૫વામાં આવેલ છે. નોન - ટ્રાન્સમીશન સિઝનથી લોક જાગૃતિના ભાગ રૂપે કોર્મશીયલ પ્રિમાઇસીસ જેવી કે હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ તથા બાંઘકામ સાઇટમાં ઝુબેશ રૂપે ચેકીંગ હાથ ઘરી બાયલોઝ અંતર્ગત કામગીરી કરવામાં આવે છે. જેમાં  મોરબી રોડ, કુવાડવા રોડ, યાજ્ઞિક રોડ, કેનાલ રોડ, ત્રિકોણ બાગ રોડ, કનક રોડ,  કાલાવડ રોડ,  ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ,  યુની. રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ, રૈયા ચોકડી, અક્ષર માર્ગ,  કોઠારીયા  રોડ વગેરે મુખ્ય માર્ગો ૫ર ૬ થી વઘુ ચેકીંગ ઝુબેશ યોજી રૂા.૫,૯૯,૨૫૦/- નો વિહવટી ચાર્જ વસુલાતની કામગીરી હાથ ઘરવામાં આવેલ છે. સાંજના સમયે બહોળા પ્રમાણમાં જનસમુદાય એકત્રિત હોય તેવા મંદિર, બગીચા વગેરે સ્થળે તથા સોસાયટીમાં સાંજના સમયે આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ  ગંગેશ્વર મહાદેવ ગાંઘીગ્રામ,  અમરનાથ પ્લોટ,  પેરેડાઇઝ હોલ વોર્ડ ઓફીસ સામે,  પુષ્કરઘામ  સરદાર પટેલ આવસ – જીવરાજ પાર્ક,  રામેશ્વર મહાદેવ મંદીર સૈફી કોલોની વિસ્તાર મહાદેવ મંદિર, જયજવાન જયકિશાન સદગુરૂ આશિષ એપાર્ટમેન્ટ, રણછોડનગર મારૂતિનગર,  સુભાષ ચંદ્ર બોઝ ટાઉનશી૫, રત્નમ રોયલ મોરબી બાયપાસ, ગુરૂકુળ, ઢેબર રોડ  શિવનગર, શિવ મંદિર સુરભી એપા. વાણીયાવાડી બાબરીયા આવાસ આંગણવાડી  વિસ્તારોમાં લોકોને એકત્રિત કરી મચ્છરના પોરા, મચ્છર ઉત્પતિ સ્થાનોની માહિતી તથા મચ્છર ઉત્પતિ અટકાવવા લેવાના થતા ૫ગલા વિશે લોકોને વિગતવાર સમજ આ૫વામાં આવેલ છે.
 દરેક ઝોનમાં એક – એક એમ કૂલ ત્રણ વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા વધુમાં વધુ વિસ્તાર ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવા ફોગીંગ કામગીરી સતત ચાલુ રાખવામાં આવેલ છે.
મચ્છરના પોરા થતા
અટકાવવા આટલું શું કરવું
-  છત પર કે તેની આસપાસ પડેલા ભંગાર, ટાયર, ડબ્બા ડુબલી વગેરેનો તાકીદે નિકાલ કરીએ.
-   અગાસી કે છજજામાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.  
-  સિમેન્ટની ટાંકી, બેરલ, કેરબાને હવાચુસ્ત ઢાંકીને રાખીએ તથા દર અઠવાડીયે ઘસીને સાફ કરવું.
-  હવાચુસ્ત ઢાંકી ન શકાય તેવા ટાંકા – ટાંકીમાં અઠવાડીયે નિયમીત કેરોસીન નાખવું.
-  ગાયની કુંડી તથા પક્ષીકુંજ ભરવાનું ટાળવું અથવા નિયમિત રાત્રે ખાલી કરીને ઊંધું વાળી દેવા, સવારે ફરીથી નવું પાણી ભરવું.
-  ફ્રીજ પાછળની ટ્રે સપ્તાહમાં બે વખત સાફ કરીએ.
-  ટાંકા, ટાંકી, માટલા વગેરે અઠવાડિયામાં બે વખત ઘસીને સાફ કરી, સૂકવીને ફરીથી ઉપયોગમાં લઇએ.
- નળ ગયા બાદ પાણી ભરવાની કુંડીને સુકા ક૫ડાથી સાફ કરવી.
-  પાણીમાં મચ્છરના લારવા દેખાય તો તુરંત નાશ કરવો.

 

(4:32 pm IST)