Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ઝુપડા ઉપર ચડી ગયેલા બકરાને નીચે ઉતારવા કહેતાં દિનેશ પર ધોકાવાળી

ગોંડલના શ્રીનાથગઢમાં બનાવઃ ઘાયલને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૬: ગોંડલના શ્રીનાથગઢમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં દિનેશ કરમશીભાઇ માથાસુરીયા (ઉ.૨૦)ને તેની બાજુમાં જ રહેતાં અરજણ દેવીપૂજકે ધોકાથી માર મારતાં માથા, શરીરે ઇજાઓ થતાં ગોંડલ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ અને તોૈફિકભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

દિનેશના કહેવા મુજબ તેના ઝૂપડા ઉપર પડોશી અરજણના બકરા ચડી ગયા હોઇ તેના કારણે નુકસાન થતું હોઇ બકરાઓને નીચે ઉતારી લેવા અરજણને સમજાવતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ ધોકાવાળી કરી હતી.

(11:59 am IST)