Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જસદણના લાખાવડમાં જુના મનદુઃખમાં માસીયાઇ ભાઇઓ મનુ અને અશ્વિન પર ધારીયાથી હુમલો

ચંદુ, હર્ષદ, સહિતના તૂટી પડયાઃ બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૬: જસદણના લાખાવડમાં જુના મનદુઃખને લીધે બે કોળી માસીયાઇ ભાઇઓ પર કોળી શખ્‍સોએ ધારીયા, ધોકાથી હુમલો કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.

લાખાવડ રહેતાં અને ખેત મજૂરી કરતાં મનુ ધનજીભાઇ સરીયા (ઉ.૨૭)ને સાંજે પોતાની વાડીએ હતો ત્‍યારે ચંદુ, હર્ષદ અને અજાણ્‍યાએ ઇકો કારમાં આવી ધોકા-ધારીયાના ઘા ઝીંકતાં દેકારો મચી જતાં તે વખતે જ મનુનો માસીયાઇ ભાઇ અશ્વિન વાઘજીભાઇ ડાંગર (ઉ.૨૬) વાડીએ આવી જતાં તે બચાવવા વચ્‍ચે પડતાં તેના ઉપર પણ હુમલો કરાયો હતો.

બંને માસીયાઇ ભાઇઓ લોહીલુહાણ થઇ જતાં જસદણ સારવાર લઇ રાજકોટ દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે જસદણ પોલીસને જાણ કરી હતી. મનુના કહેવા મુજબ અગાઉ પોતાની સામે ચંદુ સહિતનાએ ઇકો કાર આવવા દીધી હોઇ તે બાબતે ઝઘડો થયો હતો. ત્‍યારથી મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી ગઇકાલે સાંજે પોતે વાડીએ હતો ત્‍યારે ત્‍યાં આવી હુમલો કરાયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:27 pm IST)