Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

કાલે ક્ષત્રીય ગિરાસદાર અને કાઠી દરબાર સમાજના મહિલાઓ માટે રાસોત્સવ યોજાશે

મોટા મૌવા પાસે કર્ણાવતી પાર્ટી પ્લોટ રોયલ રજવાડી ગ્રાઉન્ડમાં આયોજન

રાજકોટ, તા., ૬: રાજકોટમાં ૭ ઓકટોબરના રોજ એક દિવસીય ક્ષત્રીય મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કાલાવડ રોડ મોટા મૌવા પાસે કર્ણાવતી પાર્ટી પ્લોટ રોયલ રજવાડી ગ્રાઉન્ડ ખાતે ક્ષત્રીય ગિરાસદાર અને કાઠી દરબાર સમાજના મહિલાઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ૭ ઓકટોબરના રોજ રાત્રે સાંજે ૭ થી ૧ર સુધી પરંપરાગત પોષાકમાં ક્ષત્રીય ગિરાસદાર અને કાઠી દરબાર સમાજના મહિલાઓને માં જગદંબાની આરાધના કરવાનું નિઃશુલ્ક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આ રાસોત્સવનું જયકિશનસિંહ ઝાલા, ભરતસિંહ જાડેજા સાથે સહયોગી સંસ્થા ભગીની સેવા ફાઉન્ડેશન, રૃદ્ર શકિત મહિલા સેવા સંસ્થાન, રાજશકિત મહિલા મંડળ, જેસલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ  અખિલ ગુજરાત મહિલા મંડળ, ક્ષત્રીય મહિલા મંડળ ગોંડલ, સુર્ય શકિત મહિલા ગૃપ, કાઠી દરબાર સંસ્કૃતિ ગૃપ રાજકોટ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

સંસ્થાન દ્વારા  રાજકોટ શહેરમાં વસતા ક્ષત્રીય ગિરાસદાર અને કાઠી દરબાર સમાજના મહિલાઓને બહોળી સંખ્યામાં પધારવા ભાવભર્યુ નિમંત્રણ આપવામાં આવ્યું છે.

(3:40 pm IST)