Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ભીલ સમાજ દ્વારા શરદ ઉત્સવ બાય બાય નવરાત્રી

એક તીર, એક સમાન સભી આદિવાસી એક સમાન : સોમવારે વેલ્વેટ પાર્ટી પ્લોટ ખાતે પારિવારિક માહોલમાં ભવ્ય આયોજનઃ યુવા ખેલૈયાઅો રાસની જમાવટ કરશેઃ દર્શન પેîગ્યાતર–અવિ મકવાણા

રાજકોટઃ શહેરમાં વસતા આદિવાસી ભીલ સમાજ માટે એક દિવસીય ભવ્ય વન–ડે ડાંડિયા રાસનું આયોજન ભીલ સમાજના યુવા ગ્રુપ દ્વારા તા.૧૦ના સોમવારે સાંજે ૬ વાગ્યાથી વેલ્વેટ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગરોડ, સીનર્જી હોસ્પિટલ સામે, અયોધ્યાચોક ખાતે કરવામાં આવેલ છે.જેમાં ભીલ સમાજના યુવા ખેલૈયાઓ માટે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સ તેમજ પારિવારિક માહોલ સાથે  આયોજન રાખવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા દર્શનભાઇ પેંગ્યાતર, અવિ મકવાણા, ધ્રુમિલ રાઠોડ, સિધ્ધરાજભાઇ રાઠોડ, આનંદભાઇ વાગડિયા, સંજયભાઇ રાઠોડ, ઉત્તમભાઇ રાઠોડ, મિતભાઇ રાઠોડ, દિપકભાઇ મુલીયાણા, દિનેશભાઇ વાઘેલા, રમેશભાઇ કોણી, ભાવનાબેન લીડિયા, વાસવીબેન સોલંકી, ગોરધનભાઇ વાઘેલા, રાજુભાઇ રાઠોડ, વિજયભાઇ રાઠોડ, મંજુબેન કડવાતર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર ભીલ સમાજના ભાઇ–બહેનોને રાસોત્સવ માટે આમંત્રણ અપાયુ છે.પાસ તેમજ વધુ વિગતો માટે મો. ૯૮૨૪૮ ૮૭૭૭૭, ૯૭૨૬૯ ૬૬૨૦૩, ૭૦૪૧૨ ૫૬૦૦૯, ૯૯૦૪૪ ૪૭૭૭૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.(તસ્વીર સંદીપ બગથરીયા)

(3:44 pm IST)