Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રવિવારે સર્વજ્ઞાતિની બહેનો માટે વિનામૂલ્‍યે રાસોત્‍સવ

કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, જીલ્‍લાનારી સુરક્ષા સમિતિનો ર૨મો શરદોત્‍સવ: નાની બાળાઓના હસ્‍તે દીપપ્રાગટયઃ ૫૦થી વધુ બહેનોને ઇનામોઃ પાસ વિતરણ

રાજકોટઃ શ્રીનરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઇ સોલંકી) મહંતશ્રી આપાગીગાનો ઓટલો ચોટીલાના માર્ગદર્શન હેઠળ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જીલ્લાનારી સુરક્ષા સમિતિ-રાજકોટના સંયકુત ઉપક્રમે વર્ષોની પરંપરા મુજબ ક્રિષ્‍ના મહિલા રાસોત્‍સવ ૨૦૨૨ તા.૯/૧૦ને રવિવારે શરદપૂર્ણિમાને દિવસે ૮૦ ફુટ રોડ, બગીચા સામે, શેઠ હાઇસ્‍કુલમાં યોજાશે રાત્રે ૮.૩૦ કલાકે દિપ પ્રાગટય (ઉદઘાટન) નાની બાળાઓના હસ્‍તે કરી ૨૨મો શરદોત્‍સવ કાર્યક્રમને ખુલ્લો મુકાશે

દર વર્ષે સંસ્‍થા તેમજ દાતાઓના આર્થિક સહયોગથી શહેરનાં કોઇપણ બહેનોને નાત-જાતના ભેદભાવ વગર નાના મોટા તમામ બહેનોને નિઃશુલ્‍ક પ્રવેશ તેમજ કોઇપણ પ્રકારની ફી લીધા વગર આ પ્રાચીન રાસોત્‍સવમાં ભાગ લેવા દેવામાં આવે છે. કાર્યક્રમના અંતે જજ(નિર્ણાયકો) દ્વારા પસંદગી પામેલા ૫૦ બહેનોને આપવામાં આવશે.મહિલા  રાસોત્‍સવમાં એન્‍ટ્રી અને રમવાના પાસનું વિતરણ ફકત બહેનોને વિનામૂલ્‍યે આવતીકાલે તા.૭/૧૦ના સવારે ૧૦થી ૧ અને સાંજે ૪થી ૮, ચોઇસ મેકર્સ, ગીફટશોપ નવકાર મેડીકલ સામે, ગાયત્રીનગર મેઇનરોડ, ડીલકસ પાનની બાજુમાં રાજકોટ ખાતેથી વિતરણ કરાશે.કાર્યક્રમને સફળ બનાવવા કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, જીલ્‍લાનારી સુરક્ષા સમિતિ, રાજકોટ શહેર/ જિલ્‍લા વાલી મહામંડળ, લોકસંસદ વિચાર મંચના ગજેન્‍દ્રસિંહ ઝાલા, નટુભા ઝાલા, સતિષભાઇ માણેક, પેઇન્‍ટર પ્રવિણભાઇ, એડવોકેટ ઇંદ્રભા રાઓલ, સરલાબેન પાટડીયા, હેમાબેન કક્કડ, પૂનમબેન રાજપુત પ્રવિણભાઇ લાખાણી, શાંતાબેન મકવાણા, આરતીબા જાડેજા, પ્રફુલાબેન ચૌહાણ, પારૂલબેન સિધ્‍ધપુરા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:54 pm IST)