Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સ્‍વ.વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની સ્‍મૃતિમાં બાળાઓને લ્‍હાણી વિતરણ- વિવિધ રાઈડસની મજા માણી

રાજકોટઃ મા ભગવતિની પવિત્ર નવલી નવરાત્રી પર્વ નિમીતે સ્‍વ.વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી શહેરની ગરબી મંડળની બાળાઓને લ્‍હાણીની પ્રસાદી તેમજ ફનવર્લ્‍ડમાં વિવિધ રાઈડસની મજા કરાવવામાં આવી હતી. શહેરની ગરબી મંડળની સંખ્‍યાબંધ બાળાઓને લ્‍હાણી આપવામાં આવી હતી. ફનવર્લ્‍ડમાં આયોજીત કાર્યક્રમમાં બાળાઓએ અનેકવિધ  રાઈડસ સાથે મજા માણી હતી. રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી કેતનભાઈ પટેલ (મો.૯૯૨૫૮ ૦૦૦૮૯)ના માર્ગદર્શન હેઠળ કાર્યકરોની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનો પ્રારંભ સ્‍વ.વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની તસ્‍વીરને પુષ્‍પાંજલી અર્પણ કરી કરવામાં આવેલ. તસ્‍વીરોમાં વિવિધ રાઈડસની મજા માણતા બાળકો નજરે પડે છે.

(3:57 pm IST)