Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રઘુવંશી યુવા સંઘ દ્વારા શષાપૂજન

રાજકોટ,તા.૬ : રઘુવંશી યુવા શક્‍તિ સંઘ દ્વારા ‘‘રઘુવંશી સમાજ શષા પૂજા મહોત્‍સવ''નું આયોજન સતવારા સમાજની વાડી , ગાંધીગ્રામ ખાતે યોજાયું હતું. જેમાં અંદાજે ૩૦૦ જેટલા યુવાનો પરંપરાગત પોશાક માં અને કેસરીયા સાફા બાંધીને માં ભવાનીની ઉપાસનામાં જોડાયા હતા. આ ઉપરાંત રઘુવંશી સમાજના બારોટ  નિકુલભાઈ બારોટજીએ સમાજના ઇતિહાસને લઈને સંબોધન પણ કર્યું હતુ.

સંગઠનના ગુજરાત પપ્રદેશ પ્રમુખ  કાછેલા ધવલભાઈ (કે.ડી.રઘુવંશી)એ કહ્યું હતું કે રઘુવંશી સમાજ એ ક્ષત્રિય સમાજ છે અને શ્રી રામચંદ્ર જી સીધા જ વંશજ કહેવાય આથી સમાજ ની સંસ્‍કળતિનું જતન કરવું એ સમાજ યુવાનોની ફરજ બને આથી સમાજના કલ્‍યાણ તેમજ વિકાસ ને લગતા તમામ કાર્યક્રમો સંગઠન દ્વારા આયોજિત થતા હોય છે.

કાર્યક્રમમાં રઘુવંશી સમાજ રાજકીય આગેવાનો ગોપાલભાઈ ઉનડકટ (કોંગ્રેસ અગ્રણી) , પરેશભાઈ શીંગાળા ( આમ આદમી પાટી અગ્રણી) , શ્રીમતી દક્ષાબહૈન વસાણી ( કોર્પોરેટર વોર્ડ ૦૯, ભાજપ) તેમજ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હરેશભાઈ સોમૈયા તથા રઘુવંશી પરિવાર અગ્રણી હસુભાઈ ભગદેવ ,  બલરામભાઈ કારીયા ,  જતીનભાઈ પાબારી અને   શ્રીજી કોમોડિટી ના ડિરેકટર  જીતેન્‍દ્રભાઈ કક્કડ   વિવેકભાઈ કક્કડ ,  સંજયભાઈ રૂપારેલીયા અને કમલમ ન્‍યૂઝના એડિટર હીમાંશુબભાઈ ઠક્કર , જી.એસ.ટી.વી. ન્‍યૂઝ રિપોર્ટર  ચેતનભાઈ ઠકરાર, પ્રહલાદભાઈ પારેખ (વાઇસ ચેરમેન નાગરિક બેન્‍ક , ગોંડલ) વગેરે વડીલોએ હાજરી આપી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી, ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ મોહિત સવાણી , સૌરાષ્‍ટ્ર પ્રમુખ પાર્થ જોબનપુત્રા, કાનૂની સલાહકાર જયભારત ધામેચા તેમજ સંગઠન ની સમગ્ર ટિમના સભ્‍યઓએ જહેમત ઉઠાવી હતી. 

(3:58 pm IST)