Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સ્વ.રતિભાઈ ગોîધિયાઃ ખાદી પ્રવૃતિને વેગ આપેલો

લોકોના ઘરે- ઘરે જઈ સુતર પીંજી આપતા, બદલામાં ઍક રૂપિયાનું પણ વળતર લેતા ન હતાઃ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિને ટોચની ખાદી સંસ્થા બનાવી હતીઃ આશિષ દવે

તંત્રી શ્રી, જયભારત સાથ જણાવવાનું કે આ વર્ષ વિભિન્ન ખાદી અને અન્ય સંસ્થાઅોના સહયોગથી શ્રીમતી જયાબેન શાહની જન્મ શતાબ્દી ઉજવણીનું આયોજન થયાનું જાણવા મળતા ખાદી રચનાત્મક પ્રવૃતિના ભેખધારી અને સૌરાષ્ટ્ર રચાનાત્મક સમિતિના અત્યાર સુધીના સૌથી કાર્યદક્ષ અને સફળ મંત્રી શ્રી રતિભાઈ ગોધિંયાને અહીં યાદ કરી સ્મરણાજંલી આપવા ઉપરાંત તેમની કાર્યશૈલી, સફળ નેતૃત્વ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતીમાં વિકાસ, ખાદીના પ્રચાર, પ્રસાર, ઉત્પાદનમાં આપેલા અવિસ્મરણીય યોગદાનને હાલના સમિતીના હોદ્દેદારો ભુલી ન જાય તે અંગેનો સનિષ્ઠ અને પ્રામાણીક પ્રયાસ છે.
રતિભાઈઍ પોતાની કારર્કીદીની શરૂઆત આફ્રિકાના યુગાન્ડામાં નાનજી કાલીદાસ મહેતાના નેતૃત્વ હેઠળ કરી હતી. તેઅો નાનજી કાલીદાસ મહેતાની કોટન મીલો માટે યુગાન્ડામાં ચોતરફ ફરીને ઉતમ કપાસ ખરીદવાનું કામ તેમના કોટન મેનેજરની હોદ્દાની રૂઍ સફળતાપૂર્વક કરતા હતા. સુતરની ઉંડી પરખની તેમની દ્રષ્ટ્રી અહીં કેળવાઈને વિકસી જેનો લાભ વર્ષો સુધી અસ્ખલીત પણે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિને મળતો રહ્ના હતો.
ગાંધીજીની સ્વરાજની હાકલને પરીણામસ્વરૂપ તેમના સમગ્ર પરિવાર યુગાન્ડ છોડ અહીં સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લાના ચલાલા મુકામે આવેલા પંડયા ખાદી કાર્યાલયમાં સ્થાયી થયો હતો. ત્યાંથી તેમણે સ્વરાજ આંદોલનમાં જાડાઈને ખાદી- રચનાત્મક પ્રવૃતિને પોતાનો જીવનમંત્રી બનાવી દીધો. રતિભાઈ ત્યાર બાદ લાઠી મુકામેથી પોતાની ખાદી પ્રવૃતિ ચલાવતા, સાયકલ ઉપર ઘરે- ઘરે જઈ સુતર પીંજી આપતા બદલામાં કોઈપણ ઍક રૂપીયાનું વળતર લીધા વગર પોતે જયાં જેનું રૂ  પીંજી આપતા તેના ઘરે માત્ર ભોજન લઈ ખાદી પ્રવૃતિને ઘરે ઘરે પહોîચાડી હતી.
તેમના મોટાભાઈ નરસિંહદાસ ગોîધિયા ચલાલા મુકામે ખાદી પ્રવૃતિનું સંચાલન કરતા અને વિદેશી વસ્તુઅોના પીકેટીંગ સહીતના કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેતા હતા. ઘણીવાર જેલયાત્રા પણ કરેલી. ત્યારબાદ ઘણા વર્ષો સુધી અમરેલી જીલ્લાના ધારાસભ્ય રહેલા. આમ સમય જતા રતિભાઈ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી બન્યા ત્યારે તેમના  અંત્યત બહોળા અનુભવો લાભ સમીતીને મળ્યો જેના પરીણામે સમીતીઍ અકલ્પનીય પ્રગતિ અને વિકાસ રસ્તે દોટ મુકી શહેરોમાં ખાદી ભવનો, ખાદી ભંડારો, ગ્રામ્ય સ્તરે ખાદી ઉત્પાદન કેન્દ્રો ખાદી સંગહ, વિતરણ માટે ખાદી વસ્ત્રાગારોનું માળખુ મજબુત પુર્વક અને સચોટ રૂપે ઉભી કરી સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતીને ટોચની ખાદી સંસ્થા બનાવી દીધી.
રતિભાઈની ખાદી કારર્કિદીમાં ચાર ચાંદ લગાડતું તેમનું સર્જન ઍટલે કે ‘પેડોક’ સંપુર્ણ સ્વદેવી, સ્વાવલંબી પ્રકારની ખાદી વસાહતની પરિકલ્પના તેમણે પેડોકના રૂપમાં મુર્તિમંત કરી અનેક ખાદી, ગ્રામોદ્યોગના કારીગારોને કુંટુબો સહીત ત્યાં વસાવી અનેકવિધ રચનાત્મક પ્રવૃતિઅો વડે સંસ્થાન ધમધમતું કરી આપ્યુ અને ઍ પણ કોઈ મોટપના ભાવ કે આડંબર વિના તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીઍ પેડોકની મુલાકાત લઈ તેમની પ્રવૃતિને બીરદાવેલી.
પરંતુ આજના સમીતીના વયોવૃધ્ધ હોદ્દેદારોની જેમ પદની લાલચ રાખવાનું તેમનું લક્ષ્ય ન હતુ. તેથી પહેલા તેમણે પેડોક ત્યાર બાદ સમીતીનું મંત્રીપદ સ્વેચ્છાઍ છોડી દઈ નવો માર્ગ કંડારવા નવી ખાદી સંસ્થા ‘સમન્વય’નું નિર્માણ કર્યુ, આ ઉપરાંત જરી રેશમ સંઘ સુરત અને અનેકવિધ સંસ્થાઅોના ફાઉન્ડર પ્રણેતા પણ રહ્ના.
આજ સમયગાળા દરમ્યાન તેમના ઍકના ઍક આશાસ્પદ પુત્ર અશોકની યુવાનવયે થયેલી વિદાયે તેમને પારાવાર દુઃખ અને તકલીફો આપી છતા તેમાંથી હિમ્મતભેર ઉભા થઈ ફરીથી ઉભા થઈ સૌરાષ્ટ્રની સૌપ્રથમ મલ્ટીસ્પેયાલીટી અશોક ગોધિંયા હોસ્પિટલ આપી (હાલની વીરાણી વોકહાર્ટ) તે માટે દાન મેળવવા અનેક દેશોમાં પ્રવાસ કર્યા તકલીફો જૈફ ઉંમરે વેઠી પરંતુ હોસ્પીટલ સફળતાપુર્વક ઉભી કરી તેનું સફળતાપુર્વક સંચાલન વર્ષો સુધી કયુ*.
તે દરમ્યાન તેમના ધર્મપત્નિ ચંપાબહેનના અવસાને તેમને ફરી આઘાત અને અપાર દુઃખ આપ્યુ. પરંતુ બધાનો મુકાબલો કરી છેક સુધી લડતા જ રહ્ના.
આવા વિરલ વ્યકિત અને મંત્રી માટે સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતીના હોદ્દેદારોઍ સ્મૃતિ વિશેષાંક કે પુસ્તક બહાર પાડવું જાઈઍ તેવો મારો મત છે. રતિભાઈઍ લખેલા ઘણા પુસ્તકો તેમાં સૌથી વધુ ચર્ચીત ‘આંસુ’ અને લેખક રજનીકુમાર પંડયા દ્વારા સંપાદીત ‘સૌના ભાઈ રતિભાઈ’ છે. આ ઉપરાંતના તેમના પુસ્તકો કે સંસ્મરણોનો સેટ (જા કોપીરાઈટના પ્રશ્નો ન નડે તેમ હોય તો) સમીતીઍ પ્રકાશીત કરી કે કરાવીને વિનામૂલ્યે પુસ્તકાલયોમાં વિતરણ કરવું જાઈઍ.
તેમનો સૈધ્ધાતીક સંઘર્ષ જાણીતો હતો, માત્ર તે ઍક જ કારણોસર તેમને વિસારે પાડી દેવા તે તંદુરસ્ત માનસીકતાની નિશાની નથી.
ખાદી જગતમાં પોલીઍસ્ટર ખાદી પીઆઈના પ્રણેતા અને ગોîડલના સ્વ.હરગોîવિદભાઈ સાથે મળી પીઆઈને લોકપ્રિય બનાવી આજીવન લડત આપનાર રતિભાઈ ગોîધિયાને સ્મરણાજંલી અને ભાવર્પુવક યાદ સાથે ઍ યાદ અપવવાનું કે તેમના અથાક પ્રયત્નોની પીઆઈને ખાદી કમીશને ખાદી સમકક્ષ માની છે ને ગાંધી જયંતિઍ વળતરને યોગ્ય ગણી છે.(૩૦.૫)
આલેખન/ સંકલનઃ- આશિષ યોગેન્દ્રભાઈ દવે,
સ્વ.રતિભાઈ ગોંધિયાના ભાણેજ,
રાજકોટ, મો.૭૦૬૯૮ ૨૭૩૭૦

 

(4:14 pm IST)