Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અમરેલીના ચકચારી ગુજસીટોકના ગુનામાં પકડાયેલ બે કાઠી શખ્‍સોની હાઇકોર્ટમાં જામીન અરજી મંજુર

રાજકોટ તા.૬ : અમરેલીના ચકચારી ગુજસીટોકના ગુનામાં બે કાઠી શખ્‍સોનો રેગ્‍યુલર જામીન ઉપર છુટકારો ગુજરાત હાઇકોર્ટે ફરમાવેલ છે.

અમરેલીમાં વર્ષ ર૦ર૦ માં સરકાર દ્વારા એસપી તરીકે નિર્લીપ્‍ત રાયની નિમણુંક કરવામાં આવેલ છે અને તેના દ્વારા અમરેલીના માથાભારે શખ્‍સો તથા હીસ્‍ટ્રીશીટરતેમજ અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીઓ શીવરાજ રામકુભાઇ વિંછીયા, સોનુ ડાંગર, નરેન્‍દ્ર ઉર્ફે નટુભાઇ ખુમાણ, ગૌતમ નાજકુભાઇ ખુમાણ વિગેરે લોકો સામે ગુજસીટોકના કાયદા હેઠળ એફઆઇઆર નોંધવામાં આવેલ જેમાં તમામ આરોપીઓના ગુનાઓ દર્શાવવામાં આવેલ અને જેમાં નરેન્‍દ્ર ઉર્ફે નટુભાઇ ખુમાણ, ગૌતમ નાજકુભાઇ ખુમાણ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવેલ અને તેમને રીમાન્‍ડ આપવામાં આવેલ ત્‍યારબાદ સુરક્ષાના કારણોસર તેમને અલગ અલગ જેલમાં મોકલવામાં આવેલ હતા.

સદરહું કામમાં ચાર્જશીટ અદાલતમાં રજુ થઇ જતાં આરોપીઓ તરફે સેશન્‍સ કોર્ટમાં જામીન અરજીદાખલ કરેલી હતી. જે જામીન  અરજી સેશન્‍સ કોર્ટ દ્વારા ગુજસીટોક  જેવો ગંભીર ગુનો હોય અને આરોપીઓ ઉપર અનેક ગુનાઓ નોંધાયેલ હોય તેમ માનીને રદ કરવામાં આવેલી હતી. ત્‍યારબાદ આરોપીઓ તરફે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્‍યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી. જે જામીન અરજીમાં આરોપીઓ તરફે એ મતલબની રજુઆત કરવામાં આવેલી હતી કે હાલના કેસમાં મુખ્‍ય ગેંગ લીડર શીવરાજ ઉર્ફે મુન્‍નો રામકુભાઇ વીંછીયાને સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન મુકત કરવામાં આવેલ છે તેમજ તેઓની ઉપર ૧૦ ગુનાઓ નોંધાયેલ હતા. જયારે હાલના આરોપીઓ ઉપર ૬ તથા , ગુનાઓ નોંધાયેલ છે. તેમજ તે તમામ ગુનાઓ ગુજસીટોકના કાયદો અમલમાં આવ્‍યો તે પહેલાના છે. તેમજ આરોપીઓ છેલ્લા અઢી વર્ષથી જેલમાં છે. આ બધી બાબતો ધ્‍યાને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી ગૌતમ નાજકુભાઇ ખુમાણ તથા નરેન્‍દ્ર ઉર્ફે નટુભાઇ ખુમાણને રેગ્‍યુલર જામીન ઉપર મુકત કરવા અરજકરેલ હતી.

ઉપરોકત તમામ બાબતો ધ્‍યાને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જયારે મુખ્‍ય આરોપી શીવરાજ ઉર્ફે મુન્‍ના રામકુભાઇ વિંછીયાને સુપ્રિમ કોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરેલ હોય તેમજહ ાલના આરોપીઓ છેલ્લા અઢી વર્ષથી જેલમાં હોય અને સક્રિય ગેંગ લીડરને જામીન મુકત કરવા જોઇએ તેમ માની ગુજરાત હાકઇોટ દ્વારા ઉપરોકત બંને આરોપીઓ નરેન્‍દ્ર ઉર્ફે નટુભાઇ ખુમાણ, ગૌતમભાઇ નાજકુભાઇ ખુમાણને રૂા.૧૦,૦૦૦ના શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આશીષભાઇ ડગલી તથા રાજકોટના ધારાશાષાી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, દીપ વ્‍યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર સહિતની એડવોકેટની ટીમ રોકાયેલ હતી.

(4:26 pm IST)