Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

કેજરીવાલને ‘બ્રેક' મારવા કપિલ મિશ્રાને મેદાને ઉતારતો ભાજપ : ૧રમીએ રાજકોટમાં વ્‍યાખ્‍યાન

સત્તાવાર આયોજક સ્‍વૈચ્‍છિક સંસ્‍થા, મહેનત, મદદ અને માર્ગદર્શન ભાજપનું

રાજકોટ, તા. ૬ : ધારાસભ્‍યની ચૂંટણી નજીક આવતા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીવચ્‍ચે ત્રિકોણીયો જંગ નિતિ બન્‍યો છે. ‘રેવડી' થકી લોકોને આકર્ષવા મથી રહેલ. આમ આદમી પાર્ટીના વડા અરવિંદે કેજરીવાલને રોકવા ભાજપે તેના એક સમયના સાથી કપિલ મિશ્રાને મેદાને ઉતારવાનું નકકી કર્યુ છે. તેમની હાજરીમૌં તા. ૧ર મીએ રાત્રે ૮ વાગ્‍યે નાનામવા ચોકડી, સિલ્‍વર હાઇટસ સામેના કોર્નરના મેદાનમાં સંમેલન યોજાનાર છ.ે રાષ્‍ટ્ર સેવા સમિતિના નામથી થનાર આ કાર્યક્રમમાં રાજનીતિમા રાષ્‍ટ્રનીતિ વિષય પર કપિલ મિશ્રા વ્‍યાખ્‍યાન આપશે જેમાં કેજરીવાલ સરકારી કાર્ય પધ્‍ધતીની પોલ ખોલવાનો પ્રયાસ થશે તેમ જાણવા મળે છે.

આયોજનને સફળ બનાવવા ભાજપ દ્વારા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સાથે સંકલન કરી બેઠકોનો દોર ચાલી છે. રહ્યો છે સ્‍વૈચ્‍છિક અને શૈક્ષણિક સંસ્‍થાઓ ઉપરાંત રાજીકીય કાર્યકરો સહિત પાંચેક હજાર લોકો ભેગા કરવાનો લક્ષ્યાંક છ.ે કપિલ મિશ્રા એક સમયે દિલ્‍હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય હતા તેમણે દિલ્‍હી સરકાર પર ભ્રષ્‍ટાચારના આક્ષેપ કરતા તેમને આમ આદમી પાર્ટીમાંથી દૂર કરવામાં આવ્‍યા હતા ત્‍યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.

(5:02 pm IST)