Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

અટીકા નહેરૂનગર શ્રીજી સોસાયટીમાં ફટાકડા ફોડવા મામલે કિશોરગીરી ગોસ્વામી પર પડોશીઓની ધોકાવાળીઃ ધમકી

જકોટઃ દિવાળીની રાતે ફટાકડા ફોડવા પ્રશ્ને મારામારીનો બનાવ બન્યો હતો. અટીકા નહેરૂનગર મેઇન રોડ શ્રીજી સોસાયટી-૧ના ખુણે રહેતાં કિશોરગીરી લાલગીરી ગોસ્વામી (ઉ.૩૮)ને પડોશી લક્ષ્મીબેન, હરેશભાઇ, રાહુલ અને વિપુલે  ગાળો દઇ ધોકા પાઇપથી માર મારી જાનથી મારી નાંખવાની ઇજા કરતાં અને બચાવવા વચ્ચે પડેલા કિશોરગીરીના સ્વજનને પણ માર મારી બધાને પતાવી દેવાની ધમકી અપાતાં ભકિતનગરના એએસઆઇ બી. પી. સોલંકીએ ગુનો નોંધ્યો હતો. કિશોરગીરીના સંતાનો દિવાળીની રાતે ઘર પાસે ફટાકડા ફોડતાં એ બાબતે પડોશીએ બોલાચાલી કરી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

(10:49 am IST)