Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

રાજકોટમાં એસબીઆઈ બેન્ક સાથે જબરી ઠગાઇઃ બેન્ક વેલ્યુર ધવલ ચોકસી સહિત ૨૫ જણાનુ કારસ્તાનઃ ખોટા દાગીના ૨૨ કેરેટ સોનાના હોવાનું વેલ્યુરે જણાવી ૧ કરોડ ૮૩ લાખની છેતરપીંડી કરી

એ-ડિવિઝન પોલીસે રિઝિયોનલ મેનેજર રોમેશ કુમારની ફરિયાદ નોંધીઃ એસબીઆઈની ટાગોર રોડ પરની આર. કે. નગર બ્રાન્ચ અને જાગનાથ બ્રાન્ચમાં બનાવઃ સીઆઇડી ક્રાઇમના ઇકોનોમિક સેલને તપાસ સોંપાશે

રાજકોટઃ શહેરમાં બેંકો સાથે ઠગાઈના કૌભાંડો અનેક વખત અગાઉ પણ આચરવામાં આવ્યા હતા. વધુ એક જબરૂ કૌભાંડ સામે આવ્યું છે. શહેરના ટાગોર રોડ પર આવેલી એસબીઆઈની આર.કે.નગર બ્રાન્ચ સાથે ખુદ બેંકના વેલ્યુરે અધધધ ૧ કરોડ ૮૩ લાખની ઠગાઈ બીજા ૨૪ લોકો સાથે મળીને આચરતા ખળભળાટ મચી ગયો છે. ખોટા દાગીના બાવીસ કેરેટ સોનાના હોવાનું વેલ્યુરે જણાવી લોન લેનારા સાથે મળી તેમને અલગ અલગ રકમની લોન અપાવી બેન્ક સાથે ઠગાઈ આચરી હોવાનું સામે આવતા એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે. આગળની તપાસ સીઆઇડી ક્રાઇમના ઇકોનોમિક સેલને સોંપવામાં આવશે.

પોલીસે આ બનાવ અંગે રોમેશ મુન્શીરામ કુમાર (ઉં.વ.૪૯-એસ બી આઇ બેન્કમા રીઝનલ મેનેજર રહે એ/૩૦૩ કોઝી કોર્ટ યાડ નાના મૌવા રોડ રાજકોટ મુળ રહે મગરનગર લક્ષ્મીપુરમ ચીનોડ પોસ્ટ ઓફીસ બંધ તળાવ, ડિસ્ટ્રીકટ જમ્મુ, રાજય જમ્મુ કશ્મીર)ની ફરિયાદ પરથી આઈપીસી કલમ ૪૦૬,૪૦૮,૪૦૯,૪૧૮,૪૬૫,૪૬૭, ૪૬૮, ૪૭૧,૧૨૦ (બી) મુજબ કાવતરું રચી બોગસ દસ્તાવેજો ઉભા કરી ઠગાઈ આચરવાનો ગુનો દાખલ કર્યો છે.

 પોલીસે ફરિયાદને આધારે ૨૫ શખ્સો સામે એફઆઈઆર દાખલ કરી છે. જેમાં બેંકમાં વેલ્યુર તરીકે ફરજ બજાવતા (૧) ધવલ રાજેશભાઇ ચોકસી રહે ૩૦૧ સુકન સાનીધ્ય -હલાદપ્લોટ મેઇન રોડ રાજકોટ તથા લોન લેનારા (ર) વાઘેલા રાહુલભાઇ અનીલભાઇ (૩) કનુભાઇ ચમનભાઇ વાઘેલા (૪) મનીષાબેન કનુભાઇ વાઘેલા (૫) અનીલ જે નારોલા (૬) રવીભાઇ ભગવાનજીભાઇ મકવાણા (૭) સંજયભાઇ છગનભાઇ વાઘેલા (૮) વાધેલા ડાયાભાઇ ભવાનભાઇ (૯) વાઘેલા દીપકભાઇ અમુતભાઇ (૧૦) જગદીશભાઇ વીનુભાઇ વાઘેલા (૧૧) વાઘેલા કપીલભાઇ અનીલભાઇ (૧૨) દીનેશભાઇ સામળાભાઇ મલૈંડ (૧૩) ગોહેલ એજાજભાઇ ફારૂકભાઇ (૧૪) ધ્રાંગધરીયા હેતલ અલ્પેશભાઇ (૧૫) જાદવાણી મીનાબેન દીનેશભાઇ (૧૬) ધ્રાંગધરીયા અલ્પેશભાઇ (૧૭) દિપક અમૃતલાલ વાઘેલા (૧૮) જોબન યુસુફભાઇ જુમાભાઇ (૧૯) રાજકુમાર ગોરધનભાઇ ચૌધરી (૨૦) સજયભાઇ છોટુભાઇ નાગલા (૨૧) મુકેશ નાનજીભાઇ પાંચલા (૨૨) સોલંકી ચંદ્રકાંતભાઇ રતીલાલ (૨૩) રવાણી પિયુષભાઇ રતીભાઇ (૨૪) વાઘેલા ડાયાભાઇ ભવાનભાઇ (૨૫) વાઘેલા કપીલકુમાર અનીલભાઇ તથા તપાસમા ખુલ્લે તે તમામનો સમાવેશ થાય છે.

આ ગુનો તા.૧૬/૧૦/૨૦૨૧ પહેલા કોઈપણ સમયે આચરવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપ મુકાયો છે કે આરોપી નં.૧ કે જેની બેન્ક દ્વારા વેલ્યુઅર તરીકે નીમણૂક કરેલ હોઇ તેણે આરોપી નં.૨ થી ૨૫ સુધીના સાથે મળી પોતાના આર્થીક લાભ માટે પુવૅ આયોજીત કાવતરૂ રચી આરોપી નંબર.૨ થી ૧૫નાએ ફરીયાદીની એસબીઆઇ બેન્કની આર કે નગર બ્રાન્ચમા અલગ અલગ ખાતા દ્વારા ખોટા સોનાના દાગીનાઓ રજુ કરી આરોપી નં.૧ નાએ તે દાગીના સોનાના ૨૨ કેરેટના સાચા હોવાનુ ખોટુ -માણપત્ર આપી ખરા તરીકે તે ખોટા સોનાના દાગીનાઓ બેન્ક માં રજુ કરી બેન્કમાંથી રૂ.૧,૦૧,૬૮,૭૦૦ તથા આરોપી નંબર.૧૬ થી ૨૫નાએ ફરીયાદીની એસબીઆઇ બેન્કની જાગનાથ બ્રાન્ચમાં અલગ અલગ ખાતા દ્વારા ખોટા સોનાના દાગીનાઓ રજુ કરી આરોપી નં.૧એ તે દાગીના સોનાના રર કેરેટના સાચા હોવાનુ ખોટુ -માણપત્ર આપી ખરા તરીકે તે ખોટા સોનાના દાગીનાઓ બેન્ક માં રજુ કરી બેન્કમાથી રૂ.૮૨,૨૯,૯૦૦ મળી બને બ્રાન્ચમાંથી કુલ ઉપરોકત આરોપી નં. ૧ થી ૨૫એ એકબીજાની મદદગારી કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી  કુલ રૂ.૧,૮૩,૯૮,૬૦૦ની લોન મેળવી બેન્ક સાથે છેતરપીડી વીશ્વાસઘાત કર્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી -વિણકુમાર મિણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ સી.જી. જોશી, પીએસઆઇ જી.એસ.ગઢવી સહિતની ટીમે ગુનો દાખલ કર્યો છે. આગળની તપાસ સીઆઇડી ક્રાઇમના ઇકોનોમિક સેલને સોંપવામાં આવશે.

(11:43 am IST)