Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

જેતપુર કણકીયા પ્લોટમાં ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતાં ફયાઝ ચાવડા પર ત્રણ અજાણ્યા શખ્સોનો પથ્થરમારોઃ ત્રણને ઇજા

રાજકોટઃ જેતપરુના કણકીયા પ્લોટ શારદા મંદિર સ્કૂલ પાછળ રહેતાં ફયાઝ સલીમભાઇ ચાવડા (ઘાંચી) (ઉ.વ.૩૭)ના ઘર પાસે અજાણ્યા શખ્સો બેસતા વર્ષના દિવસે ફટાકડા ફોડતા હોઇ તેને દૂર જઇને ફોડવાનું કહેતાં ઉશ્કેરાઇ જઇ પથ્થરમારો કરતાં ફયાઝ તેમજ તેના માતા અને ભત્રીજાને પથ્થર લાગી જતાં ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ફયાઝના માતાને માથામાં છ ટાંકા લેવા પડ્યા હતાં. સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)