Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

ભાડલામાં જુના મનદુઃખનો ખાર રાખી સુરેશ ચાવડા પર હર્ષ મિસ્ત્રી સહિતનો છરીથી હુમલોઃ એટ્રોસીટી

રાજકોટઃ ભાડલામાં રહેતાં અને છુટક મજૂરી કરતાં સુરેશ નાજાભાઇ ચાવડા (ઉ.વ.૨૯) નામના યુવાનને તે ભાડલાના સરકારી દવાખાના પાસે હનીફભાઇ મકરાણાીના ઘર પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે ગામનો જ હર્ષ મિસ્ત્રી અને એક અજાણ્યો કાર લઇને નીકળતાં રસ્તામાં સુરેશને રોકી જુના મનદુઃખનો ખાર રાખી ગાળો દઇ છરી હાથમાં રાખી સામે કેમ જોવે છે? કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત થાય તેવા શબ્દો કરી છરીથી ઇજા કરી તેમજ પ્લાસ્ટીકની લાકડીથી પણ માર મારી ગાળો દેતાં ભાડલા પોલીસે મારામારી, એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. એસસીએસટી સેલે તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(12:01 pm IST)