Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત "રંગોળી સ્પર્ધા"ના વિજેતાઓના નામો જાહેર

રંગોળી સ્પર્ધાના આયોજનને મળેલી અદભૂત સફળતા બદલ સૌ સ્પર્ધકો, જાહેર જનતા અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરતા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયા

રાજકોટ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત આપણા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં "વોકલ ફોર લોકલ" અનુસંધાને આર્ટિસ્ટ વર્ગને પ્રેરિત પ્રોત્સાહિત કરવા તેમજ કલાપ્રેમી જનતાના આનંદ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે તા.૦3 થી ૦૫ દરમ્યાન એક અનોખા પ્રયોગ સાથે "રંગોળી સ્પર્ધા"નું આયોજન કરવામાં આવેલ હતું. આ રંગોળી સ્પર્ધાના વિજેતાઓનાં નામો આજે  મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન  પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર  અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન  પરેશભાઈ પીપળીયા દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યક્તિગત કેટેગરીમાં ૪૦૮ અને ગ્રુપ કેટેગરીમાં ૬૭ એમ કુલ ૪૭૫ સ્પર્ધકોને માટે રંગોળીના બ્લોક ફાળવવામાં આવેલ હતાં. 

વિજેતા કૃતિઓ માટેના પુરસ્કાર:-  

વ્યક્તિગત સ્પર્ધક કેટેગરી

ગ્રુપ સ્પર્ધક કેટેગરી

પ્રથમ ઇનામ  રૂ.૨૧,૦૦૦/- 

પ્રથમ ઇનામ  રૂ.૩૧,૦૦૦/- 

બીજું ઇનામ  રૂ.૧૫,૦૦૦/-

બીજું ઇનામ  રૂ.૨૫,૦૦૦/-

ત્રીજું ઇનામ  રૂ.૧૧,૦૦૦/-

ત્રીજું ઇનામ  રૂ.૨૧,૦૦૦/-

ચોથું ઇનામ રૂ.૫,૧૦૦/- 

ચોથું ઇનામ રૂ.૧૫,૦૦૦/- 

પાંચમું ઇનામ રૂ.૩,૧૦૦/-

પાંચમું ઇનામ રૂ.૧૧,૦૦૦/-

પ્રોત્સાહન પુરસ્કાર

રંગોળી સ્પર્ધામાં પ્રોત્સાહન પુરસ્કાર પણ આપવામાં આવશે. જેમાં વ્યક્તિગત કેટેગરીમાં ૪૦ આર્ટિસ્ટને એક એક હજાર રૂપિયા અને ગ્રુપ કેટેગરીમાં કુલ ૨૫ ગ્રુપને બબ્બે હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.

આ રંગોળી સ્પર્ધામાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, બરોડા, સુરત, વેરાવળ, ધોરાજી, જસદણ, ગોંડલ, પારડી, ધ્રોલના ચિત્રકારોએ પણ એન્ટ્રી મેળવીને થીમ આધારિત, શાનદાર અને કલાત્મક રંગોળીનું પ્રદર્શન કરેલ હતું.

આ રંગોળી સ્પર્ધામાં જાહેર જનતા જ નિર્ણાયક (જજ) તરીકેની મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ માટે જાહેર જનતાએ તા.૦૩ના સાંજના ૪:૦૦ વાગ્યાથી તા, ૦૫ના રોજ રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી ઓનલાઈન વોટિંગ કર્યું હતું. લોકોએ વ્યક્તિગત કેટેગરીમાં પાંચ રંગોળી અને ગ્રુપ કેટેગરીમાં પાંચ રંગોળી એમ એક વ્યક્તિ કુલ ૧૦ અલગ અલગ રંગોળી) ને વોટ આપ્યા હતાં. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી રજિસ્ટ્રેશન નંબર નાખીને અથવા QR કોડ સ્કેન કરીને લોકોએ વોટ આપ્યા હતાં.

આજે વ્યક્તિગત કેટેગરીનાં પાંચ વિજેતાઓ અને ગ્રુપ કેટેગરીનાં પાંચ તથા વ્યક્તિગત અને ગ્રુપ કેટેગરીના પ્રોત્સાહન પુરસ્કાર મેળવનાર વિજેતાઓના નામ નીચે દર્શાવ્યા મુજબ છે.

(4:51 pm IST)