Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

અટિકાના નહેરૂનગરમાં કારખાનાની ઓરડીમાં જૂગાર રમતાં ૭ પકડાયા

ભકિતનગર પોલીસે દરોડો પાડી રોકડ-ગંજીપાના કબ્જે લીધા

રાજકોટ તા. ૬: અટીકા આહીર ચોક નહેરૂનગર શેરી નં-૪માં આવેલા પારસ મશીન ટુલ્સ નામના કારખાનાની ઉપરની ઓરડીમાં જૂગાર રમાતો હોવાની બાતમી ભકિતનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. પુષ્પરાજસિંહ ગોહીલને મળતાં દરોડો પાડી ૭ શખ્સોને જૂગાર રમતાં પકડી રૂ. ૧૫૨૫૦ તથા ગંજીપાના કબ્જે કર્યા હતાં.

આ દરોડામાં ભાનુ સુખાભાઇ ચાવડા (રહે. ગીરનાર સોસાયટી શેરી નં-૩ અંકુર મેઇન રોડ), પંકજ સુરેશભાઇ અજાણી (રહે. સરદાર પટેલ પાર્ક શેરી નં-૨ મોરબી રોડ), બ્રીજેશ ઉર્ફે બીજલભાઇ સવજીભાઇ મિયાત્રા (રહે. નવલનગર શેરી નં-૮ મવડી મેઇન રોડ), જગદીશ ઉર્ફે જયસિંગ કાનજીભાઇ ચૌહાણ (રહે. રૈયાધાર મ.પરા રામાપીર ચોકડી પાસે), મોરારજી ગોવિંદજીભાઇ ઠક્કર (રહે. રૈયા રોડ કૈલાશધારા પાર્ક શેરી નં-૪ આલાપગ્રીન સીટી પાસે), બટુક ભીખુભાઇ રાઠોડ (રહે. વિનાયક સોસાયટી શેરી નં-૧૬ બંધ શેરી દોશી હોસ્પીટલ રોડ) અને રાવત કરશનભાઇ ડવ (રહે. ખોડીયારપરા શેરી નં-૩૪)ને પકડી લીધા હતાં. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ એહમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મિણા તથા એસીપી એચ.એલ.રાઠોડની સૂચના અન્વયે પોલીસ ઇન્સપેકટર જે.ડી.ઝાલાના માર્ગદશન હેઠળ પીએસઆઇ એમ.જે.હુણ, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ પઢારીયા, સલીમભાઇ મકરાણી, કોન્સ. રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા, હીતેન્દ્રસિંહ ઝાલા, વિશાલભાઇ દવે, પુષ્પરાજસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

(3:01 pm IST)