Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

પંચશીલ સોસાયટી મેઇન રોડના ખૂણા પાસે ૩૦ હજારના મોબાઇલ ફોનની ચિલઝડપ: લોકોએ પીછો કરતા બંધ શેરીમાં ઘુસી જતા બાઇક મૂકી ફોન લઈ ભાગ્યો

રાજકોટઃપંચશીલ સોસાયટી મેઇન રોડના ખૂણા પાસે મોબાઇલ ફોનની ચિલઝડપ થતા માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. આ બનાવ અંગે ગ્રીષ્મા મનીષભાઈ કાગડા- કંસારા ઉ.વ. ૨૪ ધંધો નોકરી રહે. ૭-પંચશીલ સોસા. પંચશીલ હોલની-બાજુમા પ્લોટ નં ૩૧/બી મુજબ અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો દાખલ કરાયો છે.

 ફરીયાદી યુવતીના ભાઈની માલીકીનો મોબાઈલ ફોન વન પ્લસ ૮-ટી મોડલનો જેની કિ રૂ ૩૦,૦૦૦નો લઈ ઘરની બહાર ચાલવા નીકળતા એક અજાણ્યો મો.સા વાળો શખ્સ પાછળથી આવી મોબાઈલ ફોનની ઝોંટ મારી લઈ નીકળી જતા હાજર માણસોએ તેનો પીછો કરતા આગળ જતા બંધ શેરી હોવાથી તે તેનુ મો.સા મૂકી મોબાઈલ ફોન લઈ ભાગી ગયો હોવાનું ફરિયાદમાં જણાવતા એ.એસ.આઈ. જી.વાય.પંડયાએ ગુનો નોંધી તપાસ આદરી છે.

(11:49 am IST)