Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગઢકામાં અમૂલ ડેરીને આપવાની થતી ૧૦૦ એકર જમીનમાંથી ૪ર એકર ''વીડી''ની ''શ્રી સરકાર'' થયેલી નીકળીઃ તંત્ર મુંઝવણમાં

DILR ની માપણીમાં ધડાકોઃ હવે અમૂલ ડેરીને બીજા સર્વે નંબરની જમીન આપવા દોડધામ..

રાજકોટ તા. ૪ : રાજકોટ કલેકટર તંત્ર એશીયાની મોટી અમૂલ ડેરીને રાજકોટ તાલૂકાના ગઢકામાં ૧૦૦ એકર જમીન આપવા અંગે કવાયત કરી રહ્યું છે..આ માટે DILR ની ગઇકાલે માપણી કરાયેલ, અને આ માપણી દરમિયાન આપવાની થતી જમીન અંગે ધડાકો થતા તંત્ર મૂંઝવણમાં આવી ગયું છે.

કલેકટર તંત્રના ટોચના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અમૂલ ડેરીને આપવા માટે જે જમીન ફાઇનલ કરાઇ, જંત્રીનો ભાવ ચો.મી.ના પર૦ લેખે ગણાયો તે ૧૦૦ એકર જમીનમાંથી ૪ એકર જમીન વીડીની અને શ્રી સરકાર થયેલી નીકળી પડતા તંત્ર મૂંઝવણમાં આવી ગયું છે, ભવિષ્યમાં આ જમીન અંગે કોઇ પોતાનો હક્ક-હિસ્સો અંગે દાવો કરે તો શું કરવું તે પ્રશ્ન થઇ પડયો છે.

અધીકારી સૂત્રોના કહેવા મુજબ ૧૧૦ એકર જમીન જે અમૂલ ડેરીને આપવાની થાય છે, તેમાંથી ૪પ ટકા જમીનમાં આવો લોચો નીકળતા હવે તંત્ર દ્વારા ગઢકામાં બીજી સરકારી ખરાબા તરફ નજર દોડાવાઇ છે, બીજો સર્વે નંબર શોધી તે જમીન આપવા અંગે તંત્રે પ્રાથમીક તૈયારીઓ શરૂ કરી છે.

(11:41 am IST)