Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

પુત્રીને લાફો મારતાં પતિએ ઠપકો દીધો, નૂરીએ ઝેર પી જીવ દીધો

પડધરીના મોટા ખીજડીયામાં રહેતી મુળ એમપીની પરિણીતાનો આપઘાતઃ બે દિકરી મા વિહોણી થઇ

રાજકોટ તા. ૬: પડધરીના મોટા ખીજડીયામાં રમેશભાઇ જાગાભાઇ પટેલની વાડીમાં પતિ-સંતાનો સાથે રહેતી મુળ મધ્યપ્રદેશની નૂરી મુકેશ મેહડા (ઉ.૩૫) નામની મહિલાએ સાંજે ઝેર પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

હોસ્પિટ ચોકીના આર. બી. ગીડાએ પડધરી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરતનાર નૂરીને સંતાનમાં બે દિકરી છે. તેણીએ નાની દિકરી જાનુને બે લાફા મારી લેતા પતિ મુકેશે આ રીતે દિકરીને માર ન મરાય તેમ કહી ઠપકો આપતાં માઠુ લાગી જતાં આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું.

(12:47 pm IST)