Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મવડી હેડકવાર્ટર સામે ચોકલેટ રેસિડેન્સીમાં પટેલ મહિલા મિતલબેનનો ફાંસો ખાઇ આપઘાત

દિકરી બહારથી ઘરે આવી ત્યારે માતા લટકતા મળ્યાઃ કારણ અકળ

રાજકોટ તા. ૬: મવડી પોલીસ હેડકવાર્ટર નજીક અંબીકા ટાઉનશીપ પાસે ચોકલેટ રેસિડેન્સીમાં રહેતાં મિતલબેન મનોજભાઇ અઘેરા (ઉ.વ.૩૯) નામના પટેલ મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ અંબિકા ટાઉનશીપ પાસે ચોકલેટ રેસિડેન્સીમાં એક મહિલાએ ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના તબિબની તપાસમાં તેણી મૃત્યુ પામ્યાનું જણાતાં પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. પ્રવિણભાઇ જીલરીયા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારને સંતાનમાં એક પુત્રી છે. તેણી બહારથી ઘરે આવી ત્યારે માતા લટકતા મળ્યા હતાં. આપઘાત કરનારના પતિ મનોજભાઇ ઇન્દોર ગયા છે. હાલમાં આત્મહત્યાનું કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:01 pm IST)