Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજકોટનું નવુ નજરાણું હશે આર્ટ ગેલેરી

રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીના નવિનિકરણ માટે મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેનને રજુઆત

રાજકોટ,તા.૬: રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના નવીનીકરણ માટે આવેદનપત્ર મેયર, પ્રદીપ ડવ, ડે.મેયર ડો.દર્શિતા શાહ તેમજ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલને રાજકોટ આર્ટ સોસાયટીના સભ્યો તેમજ પ્રમુખ ઉમેશ કયાડા દ્વારા આપવામાં આવ્યું.

મેયર પ્રદીપ ડવ દ્વારા બાંહેધરી આપવામાં આવ્યું કે ખુબ જ ટૂંકા સમયમાં અત્યંત આધુનિક ગેલેરી રાજકોટના કલાકારોને આપવામાં આવશે. અમારા કાર્યકાળ પહેલા પુરી કરી દેવામાં આવશે.

ડે.મેયર ડો.દિર્શતાબેન શાહે જણાવ્યુ કે અત્યારે અમારો મહત્વનો મુદ્દો આર્ટ ગેલેરી છે. રાજકોટને એક એક નવું નજરાણુ જેમ ગાંધી મ્યુઝીયમ છે. એવું નવુ નજરાણું આર્ટ ગેલેરી હશે જે ગુજરાતમાં બીજે કયાય જોવા નહિ મળે એવી ગેલેરી રાજકોટના કલાકારને આપીશું.

સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી પુષ્કર પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ કે   અમારૂ ખાલી આશ્વાસન નથી ગેલેરી બાબતે અમે ઘણી ગેલેરીનો અભ્યાસ કર્યો છે  અનેે રાજકોટના નામાંકિત આર્કિટેક કિશોરભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અમે ગેલેરી બાબતે સતત આગળ વધી રહ્યા છીએ.

રાજકોટ આર્ટ સોસાયટી ૨૦૧૮થી સતત શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી રાજકોટ રીનોવેશન નહિ પણ અને સદંતર નવિનિકરણની માંગ કરી રહી છે. જે હવે વધારે રાહ નહિ જોવી પડે અને ટૂંકા સમયમાં ફળ સ્વરૂપે જોવા મળશે. તેમ એક યાદીમાં અંતમાં જણાવાયું છે

(3:03 pm IST)